Monday, September 21, 2026
HomeBusinessટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં બે પ્લેટિનમ એવોર્ડ...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં બે પ્લેટિનમ એવોર્ડ મળ્યા

Date:

Related stories

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની માન્યતા મળતાં મીઠાપુરના સીઆઈઆઈ એલએસએસ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરના એવોર્ડની સંખ્યા 19 થઈ

મીઠાપુર, ગુજરાત, 21 સપ્ટેમ્બર, 2026: ટાટા કેમિકલ્સ લિમિટેડની મીઠાપુર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં બે લીન સિક્સ સિગ્મા (એલએસએસ) બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સ માટે બે પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પ્લેટિનમ એવોર્ડ આ સ્પર્ધામાં મળતી સર્વોચ્ચ કેટેગરીની માન્યતા છે. સમગ્ર ભારતની મેન્યુફેક્ચરિંગ સંસ્થાઓની મજબૂત ભાગીદારી વચ્ચે મળેલી આ માન્યતા મીઠાપુરની ઓપરેશનલ એક્સીલન્સ અને સતત સુધારણા માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

એવોર્ડ મેળવનારા બે પ્રોજેક્ટ્સ આ મુજબ છે:

  • પાવર પ્લાન્ટ 450# સ્ટીમ વેરિએબલ કોસ્ટમાં ઘટાડો
  • સોલ્ટ ઓટો પેકર મશીનનો ડાઉનટાઇમ ઘટાડવો

આ બંને પ્રોજેક્ટ્સમાં લીન સિક્સ સિગ્મા પદ્ધતિઓ અને ડેટા આધારિત પ્રોબ્લેમ-સોલ્વિંગના ઉપયોગ દ્વારા કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને પ્રોસેસ સંબંધિત નુકસાન ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

તાજેતરમાં મળેલી આ માન્યતાઓ સાથે ટાટા કેમિકલ્સ મીઠાપુરે સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં અત્યાર સુધીમાં કુલ 19 એવોર્ડ મેળવ્યા છે. મીઠાપુર પ્લાન્ટે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું ત્યારથી કંપનીએ આટલા એવોર્ડ જીત્યા છે. આ સિદ્ધિ તેની મેન્યુફેક્ચરિંગ કામગીરીમાં લીન સિક્સ સિગ્મા પદ્ધતિઓને સતત અપનાવવામાં આવી રહી હોવાનું દર્શાવે છે.

આ સિદ્ધિ અંગે ટાટા કેમિકલ્સ, મીઠાપુરના સાઇટ એન્ડ મેન્યુફેક્ચરિંગ હેડ વિક્રાંત દેઓરાસે જણાવ્યું હતું કે, “સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં બે પ્લેટિનમ એવોર્ડ જીતવા એ ટાટા કેમિકલ્સ માટે ગૌરવની સિદ્ધિ છે અને તે અમારી સતત સુધારા માટેનું મજબૂત કલ્ચર દર્શાવે છે. આ પ્રોજેક્ટ્સ દર્શાવે છે કે ડેટા આધારિત સમસ્યા નિવારણ, વિવિધ વિભાગો વચ્ચેનો સહયોગ અને કર્મચારીઓની જવાબદારીની ભાવના કામગીરીમાં નોંધપાત્ર સુધારા લાવી શકે છે. રાષ્ટ્રીય સ્તરે 19 એવોર્ડ મેળવવાની સિદ્ધિ અમારી લીન સિક્સ સિગ્માની સતત સફર અને વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગ સંસ્થા ઊભી કરવાની અમારી પ્રતિબદ્ધતાનું સાતત્ય દર્શાવે છે. હું અમારી પ્રોજેક્ટ ટીમો અને કામગીરીમાં શ્રેષ્ઠતાને અમારી કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવામાં યોગદાન આપનાર દરેક વ્યક્તિને અભિનંદન આપું છું.”

સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધા પ્રક્રિયામાં સુધારા, નવીનતા અને ગુણવત્તાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને માન્યતા આપતું ભારતનું અગ્રણી મંચ છે. આ સ્પર્ધા વિવિધ ક્ષેત્રોની અગ્રણી સંસ્થાઓને એકસાથે લાવે છે, જ્યાં લીન સિક્સ સિગ્મા પદ્ધતિઓ દ્વારા વ્યવસાયમાં નોંધપાત્ર અસર ઊભી કરનારા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવે છે.

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

ભારતમાં ઘર ખરીદવાની ઉંમર  ઘટી રહી છે: કોટક મુજબ...

લાંબા સમય સુધી ભાડાના મકાનમાં રહેવાની અપેક્ષા ધરાવતી પેઢી...

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here