Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadઅમૂલ સાથે જોડાયેલી દરેક મહિલા ઘરમાં દબદબો ધરાવે છે : અમિત શાહ

અમૂલ સાથે જોડાયેલી દરેક મહિલા ઘરમાં દબદબો ધરાવે છે : અમિત શાહ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમિત શાહે ગાંધીનગરમાં અમૂલ ફેડરેશનના નવા મિલ્ક પાઉડર અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ્સ તથા અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્દ્રીય સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે ભાટ સ્થિત અમુલ ફેડ ડેરીમાં ઉદ્ઘાટન બાદ મુલાકાત પણ લીધી હતી. ડેરીએ વિવિધ ચાર પ્રોજેક્ટમાં 415 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ નવો દૂધ પાવડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક અમૂલફેડ ડેરી ખાતે સ્થાપવામાં આવ્યો છે, જે GCMMFનું એકમ છે અને તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લીટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહની સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલે પણ પ્લાન્ટની મુલાકાત લીધી છે.

કાર્યક્રમમાં સંબોધનમાં તેમણે કહ્યું કે, અમૂલ દેશનું સૌથી મોટુ ઉત્પાદક બન્યુ છે. આજે નવા બટર પ્લાન્ટનું પણ ઉદઘાટન થયું છે. અમૂલના સહકારી આંદોલનનં ઓનોલાલિસ કરીએ તો, તેના ત્રણ ભાગ છે. દૂધ ઉત્પાદક કરતી મહિલાઓ, જે ગુજરાતના 18 હજાર ગામમાંથી પોતાનુ યોગદાન આપે છે. બીજુ દૂધને અલગ અલગ ભાગમાં વહેંચીને તેને પ્રોસેસ કરવું, ત્રીજી પ્રોસેસ તેના માર્કેટિંગમાં છે. આ ત્રણેય અંગોને મજબૂત કરવાનું કાર્ય અહી થાય છે. દેશની જરૂરિયાતમાં કયુ આર્થિક મોડલ ફીટ થશે તે મોટો વિષય છે. પ્રધાનમંત્રીએ 75 વર્ખ બાદ અનેક લોકોના શાસન કર્યા બાદ ગુજરાતના મોડલને પારખી લીધુ હતું. દેશના મોડલનું મજબૂત મોડલ સહકાર જ હોઈ શકે છે. પીએમ મોદીએ ભારત સરકારમાં સહકારતાનુ માધ્યમ શરૂ કર્યું છે. ખેડૂતો સાથે જોડાયેલ લોકોને તેનો ફાયદો મળી રહ્યો છે. સહકારિતા વિષય 140 વર્ષ જૂનો વિષય છે. સરદાર પટેલ અને ત્રિભોવન દાસે તેની કલ્પના કરી હતી. 21 ગામથી શરૂ થયેલુ દૂધ આંદોલન આજે 36 હજાર ગામ સુધી પહોંચ્યુ છે. દેશને દૂધ પહોંચાડવાનુ કામ અમૂલ કરુ રહ્યું છે. અમૂલ ગુજરાત માટે ગૌરવ છે. 

તેમણે કહ્યું કે, મારે બહેનોને કહેવા માગુ છું કે, અમૂલના ત્રણ વિભાગ વિભાગ મેં જણાવ્યા. સવારે ચાર વાગ્યે ઉઠીને ભેંસ ધોવાનુ મહત્વ સૌથી વધુ છે. અમૂલની આખા દુનિયામાં ચર્ચા છે. બહેનોને સશક્ત કરવાનુ છે.  મારે રાજકીય પંડિતોને કહેવુ છે કે, અમૂલનુ મોડલ જોઈ લો. અમૂલ સાથે જોડાયેલ દરેક મહિલા પોતાના ઘરમાં દબદબો રાખે છે. રૂપિયાનો ચેક તેમના નામે આવે છે, અને પુરુષોને તેમની પાસેથી રૂપિયા લેવા પડે છે. મહિલા સશક્તિકરણનો આ સૌથી સફળ પ્રયોસ છે. એનજીઓ ચલાવતા લોકોને અપીલ છે કે કો-ઓપરેટિવ સોસાયટી બનાવો, તો લોકોને ફાયદો થાય.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here