Thursday, August 13, 2026
HomeEntertainmentBollywoodપોર્નોગ્રાફી કેસ પર પહેલી જ વાર રાજ કુંદ્રા બોલ્યો:'દુર્ભાગ્ય એ રહ્યું કે...

પોર્નોગ્રાફી કેસ પર પહેલી જ વાર રાજ કુંદ્રા બોલ્યો:’દુર્ભાગ્ય એ રહ્યું કે મીડિયા તથા મારા પરિવારે મને પહેલાં જ દોષી જાહેર કરી દીધો’

Date:

Related stories

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

પોર્નોગ્રાફી કેસમાં નામ આવ્યાના મહિનાઓ બાદ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાએ પોતાની વાત કહી હતી. રાજ કુંદ્રાએ આ આખી ઘટનાને ‘વિચ હંટ’ કહ્યું હતું. રાજ કુંદ્રાએ હાલમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં પોર્ન કન્ટેન્ટના પ્રોડક્શન તથા ડિસ્ટ્રીબ્યૂશન સાથે જોડાયેલો હોવાની વાતને નકારી હતી. ઉલ્લેખનીય છે કે રાજની જુલાઈમાં પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા. હાલમાં જ સુપ્રીમ કોર્ટે રાજની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી અને ચાર અઠવાડિયા સુધી તેની ધરપકડ થઈ શકશે નહીં.

આશા છે કે સત્યની જીત થશે
વેબ પોર્ટલ ‘પિંકવિલા’ના અહેવાલ પ્રમાણે, રાજ કુંદ્રાએ કહ્યું હતું, ‘બહુ જ વિચાર્યા બાદ, અનેક ખોટા તથા બિનજવાબદાર નિવેદનો, રિપોર્ટ્સ વાંચ્યા અને જોયા બાદ મને લાગ્યું કે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી. હું મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી. આ પૂરી ઘટના બીજું કંઈ નહીં, પરંતુ વિચ હંટ છે. હું દરેક કેસનો સામનો કરવા તૈયાર છું. મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને અહીંયા સત્યની જીત થશે. દુર્ભાગ્યથી મીડિયા તથા મારા પરિવારે પહેલેથી જ મને દોષી જાહેર કરી દીધો. ક્યાંકને ક્યાંય મારા માનવીય તથા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું અને આ જ કારણે મારે ઘણું જ સહન કરવું પડ્યું. ટ્રોલિંગ, નેગેટિવિટી તથા ટોક્સિક પબ્લિક ઓપિનિયને મને નબળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.’

પ્રાઇવસી માટે કહ્યું, આમાં દખલ ના કરો
રાજે પોતાની પ્રાઇવસી અંગે કહ્યું હતું, ‘હું શરમને કારણે મારો ચહેરો છુપાવતો નથી, પરંતુ ઈચ્છું છું કે આ સતત મીડિયા ટ્રાયલની સાથે મારી પ્રાઇવસીમાં દખલગીરી કરવામાં ના આવે. મારી પ્રાથમિકતા હંમેશાંથી મારો પરિવાર રહ્યો છે અને આ સમયે અન્ય કોઈ બાબત મહત્ત્વની રહેતી નથી. હું માનું છું કે દરેક વ્યક્તિનો ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. મારી પ્રાઇવસીનું સન્માન કરવા માટે આભાર.’

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

ગૌરવ વર્માની અવાનિકા ફિલ્મ્સે ‘પ્રેમ કીટાણુ’ની જાહેરાત કરી, 2...

નિર્માતા ગૌરવ વર્માના નવા બેનર અવાનિકા ફિલ્મ્સે ફર્સ ફિલ્મ્સ...

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here