મુંબઇ: હાલ જે હલચલ જોવા મળી રહી છે તેને જોતા આવતા મહિને એટલે કે માર્ચમાં એલઆઈસીનો આઈપીઓ લોંચ થવાની પૂરેપૂરી શક્યતા છે. એલઆઈસી આઈપીઓ મારફતે એક લાખ કરોડ રૂપિયા એકઠા કરશે તેવો અંદાજ છે. એક રિપોર્ટ પ્રમાણે તાજેતરમાં પાંચ કરોડથી વધારે ડીમેટ ખાતા પણ ખુલ્યા છે. એટલે એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે એલઆઈસીના આઈપીઓમાં અનેક રોકાણકારો પોતાનું નસિબ અજમાવશે. અહીં એક વાત નોંધવી રહી કે, એક રિટેલ રોકાણકારે આઈપીઓમાં રોકાણ કરતી વખતે કેટલિક વિગતો તપાસવી જોઈએ. આઇપીઓમાં રોકાણ કરતા પહેલા તે જાણવું જરૂરી છે કે કઇ વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ. એક વાત યાદ રાખો કે આઈપીઓમાં જેટલો ફાયદો થવાની શક્યતા છે એટલી જ શક્યતા નુકસાનની પણ રહેલી છે.આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા કંપની દ્વારા દાખલ કરાયેલા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ એટલે કે આરએચપીનો અભ્યાસ કરવો જોઇએ. તેનાથી કંપનીનો ગ્રોથ ભવિષ્યમાં કેવો રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. કોઇ પણ આઇપીઓને સબ્સક્રાઇબ કરતા પહેલા અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં તમે રોકાણ કરેલી રકમથી નફો કમાઇ શકો છો. નીચે જાણો IPO ભરતા પહેલા કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.કોઈપણ આઇપીઓને સબ્સ્ક્રાઇબ કરતા પહેલા એક રોકાણકાર તરીકે પહેલા જ નક્કી કરી લો કે તમે તેના પર લિસ્ટિંગ ગેઈનનો ફાયદો લેવા માંગો છો કે તેમાં લાંબા સમય માટે રોકાણ કરી રહ્યા છો. ક્યારેક અમુક શેરોના કેસમાં એવું થાય છે કે, લિસ્ટિંગ ગેઈન ખૂબ વધુ મળે છે, પરંતુ જરૂરી નથી કે આગળ જતા પણ તેમાં તેજી જળવાઇ રહે.આઇપીઓ માટે ફાઇલિંગ કરતી સમયે કંપની પ્રોસ્પક્ટમાં તેની જાણકારી પણ આપે છે કે, આઇપીઓ દ્વારા એકઠા કરાયેલા ફંડનો ઉપયોગ કઇ રીતે કરવામાં આવશે. તે ધ્યાન રાખો કે કંપની પોતાનું દેણું ચૂકવવા માટે ફંડ એકઠું કરી રહી છે કે પોતાની ક્ષમતાને વધારવા માટે. સામાન્ય રીતે જો કંપની પોતાની કેપેસિટી વધારવા માટે ફંડ એકઠું કરી રહી છે, તો તેના ગ્રોથની સંભાવના વધુ હોય છે.જો કોઇ કંપનીનો આઇપીઓ ખુલી રહ્યો છે, તેમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા અને રાધાકિશન દમાનીની ભાગીદારી છે તો રોકાણકારો તેના પ્રત્ય વધુ આકર્ષિત થાય છે. તેમની ભાગીદારીથી પ્રભાવિત થઈને રોકાણનો નિર્ણય ન લેવો જોઇએ. પરંતુ કંપનીના તમામ પ્રમોટર વિશે પણ જરૂરી જાણકારી મેળવવી જોઇએ.આઇપીઓ માટે કંપનીનું વેલ્યુએશન કેટલું નક્કી થયું છે, તેનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેની ઇન્ડસ્ટ્રીમાં સામેલ અન્ય કંપનીઓની તુલના પણ અવશ્ય કરવી જોઇએ. જે કંપનીની આઇપીઓ સબ્સસ્ક્રીપ્શન ઓફર આવી છે, તેનો P/E(પ્રાઇઝ ટૂ અર્નિંગ્સ) રેશિયો, P/B(પ્રાઇઝ ટૂ બૂક) રેશિયો, D/E(ડેટ ટૂ અર્નિંગ્સ) રેશિયો જરૂર તપાસી લેવો. તે જેટલો ઓછો હશે એટલું સારું રહેશે. જોકે દરેક ઇન્ડસ્ટ્રી માટે તેના માપદંડો અલગ છે કે આ રેશિયો કેટલો હોવો જોઇએ.