ચીની એપ પર પ્રતિબંધ:સરકારે બ્યૂટી કેમેરા, સ્વીટ સેલ્ફી સહિતની 54 એપ પર પ્રતિબંધ મૂક્યો

0
13
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી 54 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી 54 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે

ચીન પર ભારતે ફરી એકવાર મોટી સાઇબર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઊભું કરે એવી 54 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એમાં બ્યૂટી કેમેરા અને સ્વીટ સેલ્ફી HD જેવી પોપ્યુલર એપ પણ સામેલ છે.બેન કરવામાં આવેલી એપ્સના લિસ્ટમાં સેલ્ફી કેમેરા, ઈક્વલાઈઝર એન્ડ બાસ બૂસ્ટર, સેલ્ફફોર્સ એન્ટ માટે કેમ કાર્ડ, આઈસોલેન્ડ 2: એશેજ ઓફ ટાઈમ લાઈટ, વાઈવા વીડિયો એડિટર, ટેનસેન્ટ એક્સરિવર, ઓનમોજી ચેસ, ઓનમોજી એરિના, એપ લોક અને ડ્યુઅલ સ્પેસ લાઈટ સામેલ છે.

યુઝર્સનો ડેટા લીક કરતા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે એ એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે, જે પહેલાં પણ પ્રતિબંધ કરવામાં આવેલી એપ્સના ક્લોનમાં હતી, એટલે કે આ એપ્સનું નામ બદલીને એને ફરી ભારતમાં રિલોન્ચ કરવામાં આવી છે. એમાંથી મોટા ભાગની એપ્સ આમ તો શંકાસ્પદ સોફ્ટવેર પર કામ કરે છે અથવા એ યુઝર્સની જાણકારી વગર તેમનો ડેટા સીધા ચીન મોકલી રહ્યા છે. આ પ્રમાણેની એપ્સ પર પ્રતિબંધ લગાવવા માટે સરકાર પહેલાં પણ ધણી એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરી ચૂકી છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે તેમની તપાસમાં જોયું છે કે આ દરેક એપ્સ ભારતીય યુઝર્સનો ડેટા ચીન અને અન્ય દેશોને મોકલે છે. આ એપ્સ દ્વારા વિદેશી સર્વર પર પણ યુઝર્સનો ડેટા પહોંચી રહ્યો છે. સરકારે આ એપ્સને ગૂગલના પ્લે સ્ટોર સહિત બાકી પ્લેટફોર્મથી પણ હટાવવાનો આદેશ આપ્યો છે.

પહેલાં પણ બેન કરાઈ છે 59 ચીની એપ્સ
ભારત સરકારે આ પહેલાં પણ 29 જૂન 2020ના રોજ પણ ચાઈનીઝ એપ્સ બેન કરી હતી. 29 જૂન 2020ના રોજ પહેલી ડિજિટલ સ્ટ્રાઈક કરીને 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યાર પછી 27 જુલાઈ 20202ના રોજ 47, 2 ડિસેમ્બર 2020ના રોજ 118 અને નવેમ્બર 2020ના રોજ 43 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આમ, 2020થી અત્યારસુધીમાં સરકારે 270થી વધારે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. સૂચના પ્રૌદ્યોગિક અધિનિયમની કલમ 69 (એ) અંતર્ગત આ દરેક એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.