Friday, June 5, 2026
HomeGujaratગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની પીએમ મોદી લેશે મુલાકાત

ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની પીએમ મોદી લેશે મુલાકાત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેઓ પ્રથમ દિવસે 18 મી એપ્રિલે પીએમ મોદી ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 .15 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગર ખાતે આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શું છે તે જાણીએ. 

રાજ્યના મહાનગરોથી લઇને દુર્ગમ પહાડી પરના આદિવાસી વિસ્તારની સ્કૂલ, વિદ્યાર્થી, શિક્ષકોનું સીધું મોનિટરિંગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી થાય છે. ઓનલાઈમ પોર્ટલ મારફતે હાજરી પૂરવામાં આવે છે. વિદ્યાર્થી-શિક્ષક અને શાળાલક્ષી વાર્ષિક 500 કરોડ ઉપરાંતના ડેટા શિક્ષણ વિભાગને શાળા કક્ષાના ઉપલબ્ધ થાય છે. ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલના નિરીક્ષણના કારણે અંતરિયાળ વિસ્તારની શાળા-શિક્ષક અને વિદ્યાર્થી સુધી પહોંચવા માટે ચોક્કસ શાળાઓનો જૂથ બનાવીને તેમા કો-ઓર્ડિનેટર તરીકે શિક્ષકને નિમાયા છે. મોડી હાજરી પુરી હોઇ કે કયો વિદ્યાર્થી ગેરહાજર કે હાજર છે તેની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી જ ખબર પડે છે.

મોબાઇલ-ટેબલેટથી વિડીયો કોલીંગ દ્વારા તેને અત્યારે કયાં વિષયનો કયો પાઠ કે ચેપ્ટર ભણાવાઇ રહ્યું છે તેની ચકાસણી પણ થાય છે

વિદ્યાર્થીની દરેક પરીક્ષાની ઉત્તરવહી કંટ્રોલ સેન્ટરમાં બેઠા બેઠા જોઇ શકાય છે,જેથી કરીને કોઇ વિદ્યાર્થીની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ થતી નથી તેનું સીધું નિરીક્ષણ થાય છે

વિધાર્થીના ભણતર ને વધુ મા વધુ સુચારુ અને સુદ્રઢ બનાવી શકાય તે મુખ્ય હેતુ સાથે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કામ કરે છે

આ રહ્યુ પીએમનુ 3 દિવસનું શિડ્યુલ

  • પ્રધાનમંત્રી મોદી 18,19 અને 20 એપ્રિલે ગુજરાત પ્રવાસે છે. 18 તારીખે સાંજે 5.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. 
  • સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે
  • 18 એપ્રિલે રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે કરશે
  • 19 એપ્રિલે બનાસકાંઠાના દિયોદર જશે. જ્યાં દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અહીં મહિલા પશુપાલકોને સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે
  • દિયોદરથી સીધા જામનગર જવા રવાના થશે 
  • જામનગરમાં WHOના સહયોગથી બનનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે 
  • WHOના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી, પણ હાજર રહેશે
  • જામનગરથી ગાંધીનગર પરત ફરી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે
  • 20 એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે
  • સવારે 10.30થી 12 મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી હાજરી આપશે
  • બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદ અને પંચમહાલના વિવિધ પ્રોજેકટના ખાતર્મુહત કરશે
  • દાહોદથી અમદાવાદ પરત ફરી સાંજે 6.15 કલાકે દિલ્લી રવાના થશે
  • રાત્રે જ દિલ્હી રવાના થશે પીએમ મોદી

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here