Thursday, August 13, 2026
HomePoliticsModiમોરબીમાં 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરતા PM બોલ્યા, સૌરાષ્ટ્રની ધરતી...

મોરબીમાં 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરતા PM બોલ્યા, સૌરાષ્ટ્રની ધરતી સંત-શૂરા અને દાતાની છે

Date:

Related stories

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

આજે હનુમાન જયંતીનું પાવન પર્વ છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીમાં તૈયાર થયેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. આ પ્રતિમાનું વર્ષ 2018માં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ મૂર્તિ બનાવવા માટે 10 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. 

પીએમ મોદીએ હનુમાન જયંતીએ લોકોને શુભેચ્છા આપી હતી. તેમણે રામચરિત માનસના એક શ્લોકનું વર્ણન કર્યુ હતું. સંબોધનમાં કહ્યુ હતું કે, ઈશ્વારની કૃપા વગર સંતોના દર્શન દુર્લભ હોય છે. ગત દિવસોમાં ઉમિયા ધામ, અન્નપૂર્ણા ધામના દર્શનના અવસર મળ્યા. આજે હનુમાન જયંતીએ વધુ એક તક મળી. હનુમાનજીની આવી મૂર્તિઓ દેશના ચાર ખૂણમાં બનાવાઈ રહી છે. સિમલામાં આવી મૂર્તિ છે. બીજી મૂર્તિ મોરબીમાં બની છે. અન્ય રામેશ્વરમ અને પશ્ચિમ બંગાળમાં બની રહી છે. આ બાબત એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો હિસ્સો છે. હનુમાનજી પોતાની ભક્તિ અને સેવાભાવથી સૌને જોડે છે. દરેકને તેમનામાંથી પ્રેરણા મળે છે. તેઓ શક્તિ અને સંબલ છે જેઓએ સમસ્ત વનવાસી પ્રજાતિઓ અને વનબંધુઓને માન અને સન્માનનો અધિકાર અપાવ્યો. તેથી એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ હનુમાનજી પ્રતિક છે. તેમણે કહ્યુ કે, આ રીતે રામકથાનુ આયોજન પણ દેશના અનેક ભાગોમાં સતત થયા કરે છે. રામકથાના ભાવના સૌને જોડે છે. પ્રભુભક્તિ સાથે એકાકાર કરે છે. આ જ ભારતીય આસ્થા, આધ્યાત્મ, સંસ્કૃતિ અને પરંપરાની તાકાત છે. ગુલામીના મુશ્કેલ કાળખંડમાં પણ અલગ હિસ્સા અને વર્ગોને જોડ્યા. હજારો વર્ષોથી બદલાતી સ્થિતિ છતા ભારતના અડગ રહેવામાં આપણી સભ્યતા, સંસ્કૃતિની મોટી ભૂમિકા છે. આપણી આસ્થા, સંસ્કૃતિની ધારા સદભાવ, સમાવેશની છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે મોરબીમાં કેશવાનંદ બાપુની તપોભૂમિમાં સૌના દર્શન કરવાની તક મળી છે. આપણી સૌરાષ્ટ્રની ધરતી સંત, શૂરા અને દાતાની ધરતી છે. આ ભૂમિ કાઠ્યાવાડ અને ગુજરાતની આગવી ઓળખ છે. મારા માટે પોખરા હનુમાન ધામ ઘર જેવુ છે. તેની સાથે મારો નાતો કર્મનો અને પ્રેરણાનો રહ્યો છે. જ્યારે પણ મોરબી આવુ ત્યારે હનુમાન ધામ જતો. પૂજ્ય બાપુ પાસે સમય વિતાવતો. જ્યારે મચ્છુ ડેમની દુર્ઘટના ઘટી ત્યારે આ હનુમાન ધામ પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ત્યારે બાપુ સાથે મારો નાતો વધુ ઘનિષ્ઠ થયો. ચારેતરફથી લોકો સેવાના કામ માટે આવતા, ત્યારે આ ધામ સેવાનુ મથક બન્યું. એ દુખની ઘડીમાં હુ સામાન્ય સેવકની જેમ જોડાયો હતો. તે સમયે પૂજ્ય બાપુ સાથે જે વાતો થતી તેમાં મોરબીને ભવ્ય બનાવવાની વાતો થતી. હવે આપણે અટકવાનુ નથી. મોરબીની દુર્ઘટનામાંથી જે પાઠ અને અનુભવ લીધા હતા તે કચ્છના ભૂકંપમાં કામ કરવામાં લેખે લાગ્યો. તેથી આ પવિત્ર ધરતીનો હુ ઋષિ રહ્યો છું. સેવાભાવમાં મોરબીના અનુભવો કામ આવ્યા. જેમ ભૂકંપ પછી કચ્છ ઝળહળ્યુ, તેમ મોરબીએ આફતને અવસરને પલટવાની તાકાત બતાવી.

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here