PM મોદીએ અડાલજમાં અન્નપૂર્ણાધામનું વર્ચ્યુઅલી કર્યું ઉદ્ધાટન

0
14
ધરતીને બચાવવાં પ્રાકૃતિક વિકાસ કરવો જરૂરી છે. મારી શિક્ષા અને દિક્ષા ગુજરાતમાંથી થઇ છે. તેની જ મદદથી આજે કેન્દ્રમાં નેતૃત્વ કરી રહ્યો છું
ધરતીને બચાવવાં પ્રાકૃતિક વિકાસ કરવો જરૂરી છે. મારી શિક્ષા અને દિક્ષા ગુજરાતમાંથી થઇ છે. તેની જ મદદથી આજે કેન્દ્રમાં નેતૃત્વ કરી રહ્યો છું

ગાંધીનગર: વડાપ્રધાન મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી શ્રી અન્નપૂર્ણાંધામ, અડાલજના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તથા જનસહાયક ટ્રસ્ટ હીરામણિ આરોગ્યધામના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિ રહી છે. અડાલજ ખાતે શ્રી અન્‍નપૂર્ણાધામ ટ્રસ્‍ટ, અડાલજ દ્વારા નિમિત માં અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્‍યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્‍તે અને પ્રમુખ અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્‍થિતીમાં તા. 11 ફેબ્રુઆરીના રોજ ઉદ્‌ઘાટન કરવામાં આવ્‍યું હતું.

આયુષ્માન ભારત યોજના સૌથી મોટું કામ, નાગરિકોને  5 લાખ રૂપિયા સુધીનું કવચ મળે છે.  તેમાં પણ જે જેનેરિક દવાઓ તરફ લોકો વળ્યાં છે તેનાંથી તેમને જરૂરથી ફાયદો થશે. આજે જ્યારે ગરીબ મધ્યમવર્ગનાં લોકોને મોંઘી 100-200 રૂપિયાની દવાઓ 15 અને 20 રૂપિયા જેવાં નજીવા ભવે મળતી થઇ છે. ડાયાલિસિસનો ખર્ચો ઓછો થયો છે. તે દરેક દેશવાસીઓ માટે આજનાં સમયમાં ઘણી મોટીવાત છે. આ જન ઔષધી કેન્દ્રોનો પ્રચાર થવો ખુબજ જરૂરી છે તેમાં ઓછા પૈસા શ્રેષ્ઠ દવાઓ મળે છે.

-PM મોદીએ કહ્યું કે, હાલમાં વિશ્વમાં અન્ન ખુટવાનો ડર છે ત્યારે જો WTO પરવાનગી આપે તો અમે આખા વિશ્વને ભોજન કરાવવાં તૈયાર છીએ. ગત રોજ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાયડન સાથે અન્ન સંકટને લઇને થઇ ચર્ચા

-નરહરી અમિનનો ખુબ આગ્રહ હતો કે આજે હું રુબરુ આવું ઉદ્ઘાટન માટે પણ તે શક્ય ન બન્યું તેથી વર્ચ્યુઅલી આજે તમારી સાથે જોડાયો છું. જો આયો હોત તો જુના જોગીઓને મળવાનો આનંદ અનેરો હોત. નરહરી અમીન જાહેર જીવન આંદોલનથી શરૂ થયું છે ત્યારે તેઓ જ્યારે આવું કંઇ આંદોલનકારી કાર્ય કરે છે તે બિરદાવવા લાયક છે

-PM મોદીએ CM ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વનાં વખાણ કર્યા અને કહ્યું કે, આપણી સમૃદ્ધ પરંપરાને CM પટેલનાં નેતૃત્વમાં આગળ વધવાની જે તક મળી રહી છે તે બિરદાવા લાયક છે.

-અંબાજીને જે રીતે કાયાપલટ કરવામાં આવી છે તે મને ખુબજ ગમ્યું છે. મારે મન એમ પણ અંબાજી ખુબજ નિકટ છે તેથી તેની કાયાપલટથી હું સૌથી વધુ ખુશ છું

-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ મળે છે. આખી દુનિયામાં જે રીતે SOU પ્રસિદ્ધ થયું તે રીતે લોકો અંબાજીનાં ગબ્બરને પણ એટલું જ ધ્યાન જઇ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ટુરિઝમનું વધવું ગુજરાત ટુરિઝમ માટેની સંભાવનાઓ વધી રહી છે.