પીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’

0
7
' હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે 'તુલસીભાઇ' નામ રાખું છું. '
' હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે 'તુલસીભાઇ' નામ રાખું છું. '

ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહત્મા મંદિરમાં ત્રણ દિવસનું વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન યોજાઇ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી અને WHOના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસનું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’ રાખ્યુ હતુ.પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે, હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય હતા. આજે સવારે તે મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું કે, હવે તો હું પાક્કો ગુજરાતી થઇ ગયો છું. તમે મારું નામ ગુજરાતી રાખી લો. મંચ પર પણ મને યાદ કરાવતા હતા કે, મારું નામ નક્કી કર્યુ કે નહીં. તો હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે ‘તુલસીભાઇ’ નામ રાખું છું. તુલસી એ પવિત્ર છોડ છે જે વર્ષોથી ભારતના દરેક ઘરની સામે તે છોડ રાખવો, પૂજા કરવી તેવી પરંપરા રહી છે. તુલસીએ છોડ છે જે, આધ્યાત્મિક વિરાસતમાં મહત્ત્વનું છે. દિવાળી બાદ તુલસીના લગ્ન થાય છે.

આ કાર્યક્રમમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીના હું મહાત્મા ગાંધીની ભૂમિ પર આવીને ખુશી છે. આ ઉપરાંત તેમણે મંગળવારે પણ જામનગરમાં સંબોધનમાં પણ પોતાના સંબોધનની શરૂઆત, ‘કેમ છો, મઝામાં છો’ બોલીને કરી હતી.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. અમે પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિના સાક્ષી છીએ. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું. આજે તે વધીને $18 બિલિયનથી પણ વધુ થઈ ગઈ છે.