Monday, October 5, 2026
HomeGujaratઆજે અમદાવાદમાં રેડ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ, 10 જિલ્લામાં હીટવેવની...

આજે અમદાવાદમાં રેડ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ, 10 જિલ્લામાં હીટવેવની આગાહી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. લોકો તાપથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યું છે. ગુરૂવારે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં સરેરાશ મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયું હતું. સતત બીજા દિવસે બપોરના સમયે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. ઉતરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે કચ્છ, રાજકોટ, ભાવનગરમાં હિટવેવ જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.અમદાવાદમાં સતત બીજા દિવસે 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. જે આ સિઝનમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી 18 મે સુધી તાપમાન 43 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં સવારથી જ હિટવેવ શરૂ થઇ જાય છે અને બપોરે 2 થી 4 વચ્ચે તાપમાન 47 ડિગ્રી થયું હતું. આ અમદાવાદ જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયુ હતુ ત્યારે નાગરિકો પણ તોબા પોકારી ગયા છે.આ વધતા હિટવેવને કારણે ડિહાઇડ્રેશન, ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવાથી પડી જવાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ગુરૂવારે સામાન્ય કરતા 4 ડિગ્રી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે 3 ડિગ્રી વધુ લધુતમ તાપમાન રહ્યું હતું. લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી તેમજ મહત્તમ 45.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ દર ત્રણ કલાકે પાંચ ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો નોંધાયો હતો.ગુરૂવારે, ગ્રીન સિટી ગાંધીનગરમાં 46 ડિગ્રી નોંધાયો હતો. હવામાનની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ ગાંધીનગરમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઇ શકે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાન 43 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. રાજકોટમાં 44.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સાથે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી બે દિવસ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ રહેશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here