– ઓસ્ટ્રેલિયા સાથે કરાર ભારત માટે મહત્વપૂર્ણ, કારણ કે કરાર કરનાર તે પ્રથમ વિકસિત દેશ હશે
ઈન્ટરિમ ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ ના અમલમાં પ્રવેશના એક ્વર્ષને ચિહ્નિત કરીને, ભારત અને ઓસ્ટ્રેલિયા ડિસેમ્બર સુધીમાં વ્યાપક આર્થિક સહકાર કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની યોજના ધરાવે છે.
જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે વચગાળાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેનો ઉપયોગ વધુ મહત્વાકાંક્ષી વેપાર કરાર એટલે કે આર્થિક સહકાર કરાર માટે આધાર તરીકે કરવામાં આવશે.
નવા કરારમાં વ્યાપક બજાર ઍક્સેસ અને ડિજિટલ વેપાર, માલ અને સેવાઓ, મૂળના નિયમો અને સરકારી પ્રાપ્તિ અને સહકાર સહિતના પાંચ ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેેલિયા વચ્ચેના સરહદી વેપાર કરારમાં ૧૫ નવા ક્ષેત્રો જેમ કે નાના વેપાર માટે સ્પર્ધા નીતિ, જાતિ, નવીનતા, એગ્રીટેક, મહત્વપૂર્ણ ખનિજો, રમતગમતની ચર્ચા કરવામાં આવી રહી છે. બંને દેશોએ આ અંગે ત્રણ રાઉન્ડની વાતચીત કરી છે. આવતા મહિને ચોથા રાઉન્ડની બેઠક યોજાવાની છે.
ઓસ્ટ્રેલિયા સાથેનો કરાર મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે પહેલો વિકસિત દેશ હશે જેની સાથે ભારતના કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
ખરૂ ૨૦૨૩ દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતનું ૧૩મું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું અને બંને દેશો વચ્ચે ૨૫.૯૬ બિલિયન ડોલરનો વેપાર થયો હતો. ભારતે ૬.૯૫ બિલિયન ડોલરના માલની નિકાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન ૧૯.૦૧ બિલિયન ડોલરના માલની આયાત કરવામાં આવી હતી.