ગરબા સ્થળે મહિલા આયોગની રહેશે બાજ નજર, હેલ્પલાઈન પર કરી શકાશે ફરિયાદ

0
127

આવતા મહિને નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરબા રમતી મહિલાઓ, યુવતીઓ અને બાળકીઓને કોઈપણ રીતે હેરાન, પરેશાન કે છેડતી કરવાનો બનાવ ન બને તે માટે રાજ્યનો મહિલા આયોગ આગળ આવ્યો છે. મહિલા આયોગ રાજ્યભરમાં કરવામાં આવેલા ગરબાના આયોજનસ્થળો પર બાજ નજર રાખશે. દરમિયાન કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન 181 પર ફરિયાદ કરી શકશે.

મહિલાઓની સુરક્ષા માટે આયોગ ચિંતિત

નવરાત્રિ દરમિયાન મહિલાઓની કોઈપણ પ્રકારની પજવણી ન થાય તે માટે મહિલા આયોગ ચિંતિત છે. જેને લઈને ગરબા આયોજકો ક્લબોને મહિલાઓને સુરક્ષા પુરી પાડવા માટે મહિલા આયોગે પહેલાથી સૂચના આપી દીધી છે.

/MGUJ-GAN-OMC-LCL-womans-commission-eye-on-garba-organised-for-woman-security-in-gujarat-gujarati-news-
/MGUJ-GAN-OMC-LCL-womans-commission-eye-on-garba-organised-for-woman-security-in-gujarat-gujarati-news-