Saturday, September 5, 2026
HomeSportsCricket'મારાથી ભૂલ થઈ ગઈ...', કોહલી અંગે ખબર આપનારા દિગ્ગજ ક્રિકેટરે ખોટી માહિતી...

‘મારાથી ભૂલ થઈ ગઈ…’, કોહલી અંગે ખબર આપનારા દિગ્ગજ ક્રિકેટરે ખોટી માહિતી બદલ માંગી માફી

Date:

Related stories

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

નવી મુંબઇ: સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી 5 મેચોની સીરીઝ પ્રથમ બે ટેસ્ટ મેચમાં BCCI પાસે બ્રેક માંગ્યો હતો. વિરાટ કોહલી સિરીઝની બાકીની ત્રણ ટેસ્ટ મેચ રમશે કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકાય નહીં. સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સે હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એટલા માટે તે ક્રિકેટથી દૂર છે અને પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. હવે ડી વિલિયર્સે હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને દર્શકોની માફી માંગી છે. ડી વિલિયર્સનું કહેવું છે કે, તેણે વિરાટ-અનુષ્કા કેસને લઈને ફેન્સને ખોટા સમાચાર આપ્યા હતા તેથી તેણે મોટી ભૂલ કરી છે, તેથી તે ચાહકોની માફી માંગે છે.જ્યારે વિરાટ કોહલીએ પ્રથમ બે ટેસ્ટ મેચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો હતો ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેની માતા બીમાર છે પરંતુ થોડા દિવસો પછી વિરાટના મોટા ભાઈએ સોશિયલ મીડિયા પર આ સમાચારને નકારી કાઢ્યા હતા. વિકાસે કહ્યું કે તેની માતા સારી છે અને મીડિયાને ખોટા સમાચાર ન ફેલાવવાની અપીલ કરી. કેટલાક લોકોએ કહ્યું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. એટલા માટે તેણે બ્રેક લીધો છે. લોકોએ અનુષ્કા શર્માની પ્રેગ્નન્સીના સમાચારને સાચા માની લીધા જ્યારે એબી ડી વિલિયર્સ આગળ આવ્યા અને કહ્યું કે, વિરાટ બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. પરંતુ હવે ડી વિલિયર્સ કહી રહ્યો છે કે તેણે ખોટી માહિતી આપી હતી. ડી વિલિયર્સે કહ્યું કે, ‘પરિવાર ચોક્કસપણે પ્રથમ આવે છે. આ એક પ્રાથમિકતા છે. જેમ મેં મારી યુટ્યુબ ચેનલ પર કહ્યું છે. તે સમયે મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. ત્યારે મેં ખોટી માહિતી આપી હતી જેમાં સત્ય નથી. વિરાટ આ સમયે ક્યાં છે તે કોઈને ખબર નથી. મને આશા છે કે વિરાટ શાનદાર રીતે મેદાન પર પાછો ફરશે.ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અમે કોહલી પાસેથી બાકીની ટેસ્ટ મેચોમાં રમવાની આશા રાખી શકીએ છીએ. જો કે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ આખી સિરીઝ રમી શકશે નહીં. આમાં કેટલું સત્ય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. વિરાટ છેલ્લીવાર આ વર્ષે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે ટી-20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો.

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here