Wednesday, September 2, 2026
Homewriter's thoughtસૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ ઋતુ પ્રમાણે એને...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ ઋતુ પ્રમાણે એને અનુસરવું!

Date:

Related stories

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.
પરિચય- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- શ્રાવણી સત્સંગ.
મિત્રો- શુભ સવાર.

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ ઋતુ પ્રમાણે એને અનુસરવું!

હે દેવોના દેવ મહાદેવ.
સૌનાં હ્રદયમાં કરુણા રૂપે રહેલાં આપનાં સૌમિત્રી સ્વરૂપને મારા સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. રક્ષાબંધનનો તહેવાર જતાં જ તહેવારોની મોસમ શરૂ થઈ હોય એમ કાજળી, બોળ ચોથ, નાગ પાંચમ, રાંધણ છઠ્ઠ, અને આજે શીતળા સાતમ, અને જન્માષ્ટમીનાં તહેવારનો ઉત્સાહ લોક હ્રદયમાં હિલોળા છે! સુધરેલા સમાજને આમ તો હવે આવાં ઉત્સવની રાહ જોવી પડતી, અને વારેવારે કારણો ગોતી પાર્ટી કરતાં હોય છે,પણ પાર્ટી અને તહેવારમા ફેર છે! આવા તહેવાર પાછળ કોઈ પૌરાણિક કે ધાર્મિક કારણ પણ હોય છે, અને એટલે એમાં ભાવ પણ ભળે છે, અને એ હિસાબે જોકે પપ્પા કહેતા ટાઢું ખાવું એ ચોમાસાની ઋતુમાં હિતાવહ નથી, અને એટલે અમારાં ઘરમાં ટાઢું ખવાતું નથી. આ શ્રાવણ એ આપણે કલ્યાણ રૂપે શિવને હ્રદયમાં સ્થાપિત કરી સૌની માટે કલ્યાણ કેળવી શકીએ.. અને એટલે શિવ પુરાણમાં આગળ..

શત રુદ્ર સંહિતામાં મહાકાલનાં 10 અવતારનું તથા એકાદશ રુદ્ર અવતારનું વર્ણન આવે છે. મહાકાલનાં દસ અવતાર અને તેની અર્ધાંગિની શક્તિનું અનન્ય સ્વરૂપને લઈને તંત્ર માર્ગની મુખ્ય સાધનામાં એની પૂજા આરાધના કે સાધના કરવામાં આવે છે! મહાકાલનાં પ્રથમ અવતારને મહાકાલ જ કહેવામાં આવે છે, અને એની શક્તિ મહાકાલી કહેવાય છે,જે ભોગ અને મોક્ષ તેમજ તમામ મનોકામના પૂર્ણ કરવા માટે સાધક મહાકાલની સાધના કરે છે. મહાકાલનો બીજો અવતાર તાર નામે ઉદ્ઘાટિત થયો, અને તેની શક્તિ સ્વરૂપાનું નામ તારા છે, જે ભક્તિ મુક્તિના પ્રદાતા તેમજ પોતાનાં સેવકો માટે હંમેશા સુખદાયક વરદાન આપનારાં છે. બાલભુવનેશ નામનો મહાકાલનો ત્રીજો અવતાર એમાં બાલા ભુવનેશી નામે પરાઅંબા શક્તિનો પણ અવતાર થયો. જે સજ્જન દુર્જનનાં ભેદને પારખે છે, અને પછી સુખ તરફ તેની સદગતિ કરે છે. ચોથો મહાકાલ અવતાર “ષોડસ શ્રી વિદ્યેશ” અને ષોડસી શ્રીવિદ્યા શિવા નામે ઓળખાય છે જે સાધકોના વિદ્યા ના પંથે દોરી મોક્ષ પ્રદાયક છે. પાંચમો અવતાર ભૈરવ ! અને એની શક્તિનું નામ ભૈરવી ગિરિજા જે મનોકામના પૂર્ણ કરનારાં છે. મહાકાલનો છઠ્ઠો અવતાર છિન્ન મસ્તક નામે કહેવાય છે, અને એની શક્તિ છિન્નમસ્તા છે, અને જે શત્રુ બુદ્ધિનો વિનાશ કરનાર છે. મહાકાલનો સાતમો અવતાર ધૂમવાન છે, અને એમની પ્રિયા શિવા ધૂમાવતી થયાં, જે ઉપાસકોની શ્રેષ્ઠતમ લાલસા પૂર્ણ કરનારા છે. શિવ રુપે મહાકાલ નો આઠમો અવતાર બગલામુખ, અને એમની સખી શક્તિ આનંદદાયી બગલામુખી નામે તંત્ર માર્ગ માટે વિખ્યાત છે. નવમો અવતાર માતંગ નામે ઓળખાય છે અને સાધકની સંપૂર્ણ અભિલાષા ને પૂર્ણ કરનારા માતંગી કહેવાયા. મહાકાલનો દસમો કમલ અવતાર ભક્તિ મુક્તિ દાતાર અને કર્મ ફળને ભૂલીને ભક્તની ભીડ ભાંગે છે, અને એમની શક્તિ ગિરિજા કમલા કહેવાયા. નંદીશ્વર કહે છે હે મુનિઓ શંકરરૂપી મહાકાલના આદસે અવતારની કથા નિર્વિકાર ભાવે સાંભળે છે, અને એમની સેવાર્થના કરે છે, એમને એ નિત્ય વિવિધ પ્રકારનાં સુખ આપતા રહે છે, અને એમની શક્તિઓનો તંત્ર સાધનામાં અદભુત મહિમા છે, ભગવાન શિવ કે મહાકાલ નિર્લેપ અને અલિપ્ત છે, જ્યારે એમની અર્ધાંગિની શક્તિઓ સર્વકામ પ્રદ હોવાથી, નિત્ય દ્રુષ્ટોને દંડ દેનારી અને બ્રહ્મ તેજથી વિશેષ રૂપે સદા વૃદ્ધિ કરનારી છે.

ભગવાન નંદીશ્વર સનતકુમારને આગળ કહે છે, હે મુનિ હવે હું શંકર રુપી રુદ્રનાં એકાદશ અવતારોનું કથાનક કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો, કારણ કે એનું શ્રવણ કરવાથી અસત્યથી પ્રેરિત જેટલા વિકારોનું પાપ છે, એ પણ પીડા પહોંચાડી શકતું નથી. પૂર્વકાલીન સમયની વાત છે, એકવાર ઈન્દ્ર અને બધાં દેવતા દૈત્યોથી પરાજિત થઈ અને સ્વર્ગ એટલે કે અમરાવતી છોડીને ભાગીને કશ્યપ ઋષિ પાસે આવી ગયા! કશ્યપ ઋષિને એમણે એમના દુઃખ દર્દ અને છીનવાઈ ગયેલા ભોગની વાત કહી! પણ કશ્યપ ઋષિ વૈરાગી હતાં! એટલે એમને બહુ દુઃખ થયું નહીં અને એ વિશ્વનાથની નગરી કાશી જતાં રહ્યાં અને એ ઉમા સહિત ભગવાન સર્વેશ્વર વિશ્વનાથ શિવની પૂજા અર્ચના કરવા લાગ્યા, અને એક શિવલિંગની સ્થાપના પણ કરી. પોતે તો વૈરાગી હતાં છતાં દેવતાઓના સુખ માટે શિવને આરાધતા હતાં. નિષ્કામ ભાવની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું, ત્યારે એમણે કહ્યું કે મહાબલી દૈત્યો એ દેવતાઓ નું રાજ છીનવી લીધું છે, એટલે આપ મારા પુત્ર બનીને દેવતાઓનું રાજ પાછું અપાવો અને એમ સૌ માટે આનંદદાતા બનો. ભગવાન શિવ એ એમને તથાસ્તુ કહ્યું.

કશ્યપ ઋષિ હરખભેર પોતાના નિવાસ્થાને પહોંચ્યાં, કશ્યપ ઋષિ બ્રહ્મા નાં માનસ પુત્ર હતા, એમને 13 પત્ની હતી, અને એનાથી અદિતી થી એમને બાર આદિત્ય, અને 33 મુક્કોડી દેવતા, દીતિ થી દૈત્ય વરુથીની થી ગરુડ કદ્રુ થી નાગ અને બ્રહ્માનાં મુખમાંથી નીકળેલી સુરભી ગાયથી એકાદશ રુદ્રનો જન્મ થયો આમ દેવ, દૈત્ય, નાગ, ગંધર્વ, ગરુડ જેવી કેટલીય પ્રજાતિનો વિસ્તાર થયો! માનવ અને ગાય ! વિચારવાથી પણ વિચિત્ર લાગે એવી વાત છે, પણ આ વાત પૃથ્વીનાં પ્રારંભ કાળની વાત છે, અને જ્યારે સમગ્ર સૃષ્ટિનાં નિર્માણ માટે વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી પરે લાગે એવી ઘટના પણ ઘટી છે! પરંતુ અંતમાં આ કથાનક કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે કીડી હોય કે હાથી કે પછી અન્ય પ્રાણી, અંતે તો એ જીવ ઈશ્વર રૂપ શિવનું જ સંતાન છે ને !

સુરભીને પેટે અવતરેલ અગિયાર રુદ્રનાં નામ, કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, અહિબુર્ધન્ય, શંભુ, ચંડ, અને ભવ. આ અગિયારે અગિયાર રુદ્ર સુરભીનાં પુત્ર છે. એ તમામ કશ્યપ નંદન વીરવર બલ પરાક્રમી, એમણે સંગ્રામમાં દેવતાઓની સહાય કરીને દૈત્યોનો સંહાર કર્યો, અને દેવતાઓ નિશ્ચિંત થઈને પોત પોતાનાં રાજ ધર્મ અને ભોગ સુખ ભોગવવામાં વ્યસ્ત થઈ ગયાં પણ આજ સુધી એ અગિયાર રુદ્ર એમની રક્ષા માટે સદા સ્વર્ગમાં બિરાજમાન રહે છે.

આગળનાં અધ્યાયમાં દુર્વાસા અને હનુમંત અવતારની વાત આવે છે અને એમણે વિષ્ણુના રામાવતારમાં મદદ કરી હતી! એ વાત આપણે જાણીએ છીએ! બ્રહ્માજીનાં કહેવાથી અત્રિ ઋષિ અને અનસુયા પુત્ર કામનાર્થે ઋક્ષકુલ પર્વત પર જઈ ઘોર તપ કર્યું. એમના તાપથી પ્રસન્ન થઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર ત્રણે એમના આશ્રમ પર ગયા અને કહ્યું કે અમે ત્રણેય સંસારના ઈશ્વર છીએ અમારા હંસથી તમને ત્રણ પુત્ર થશે જે ત્રિલોકમાં વિખ્યાત તથા માતા પિતાનો યસ વધારનાર હશે બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં થયા વિષ્ણુના અંશથી શ્રેષ્ઠ સંન્યાસ પદ્ધતિને પ્રચલિત કરનારા ભગવાન દત્ત થયા અને રુદ્ર અંશ થી મુનિવાર દુર્વાસા એ જન્મ લીધો, જે પોતાના રુદ્ર સ્વભાવને કારણે તેમજ પરીક્ષા કરવાના સ્વભાવને કારણે જગવિખ્યાત છે. પાત્ર કુપાત્ર જોયાં વગર અપરંપાર કૃપાનો વરસાદ વરસાવનારા ભગવાન મહાદેવનું ઋણ આપણે ચૂકવી શકવાના નથી! છતાં સૃષ્ટિમાં સકારાત્મક ઊર્જા વધતી રહે માટે એનાં જાપ કરતાં રહીએ. બોલો ૐ નમઃ શિવાય.

 લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

સિનેમન બોક્સ ઓફિસ: કોલંબોના મનોરંજન ક્ષેત્રને નવી ઊંચાઈ આપવા...

સિટી ઓફ ડ્રીમ્સ શ્રીલંકા દ્વારા રજૂ કરાયેલા વિશ્વની અગ્રણી...

એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટે શ્રી અમન મહેશ્વરીની ડિરેક્ટર તરીકે નિમણૂંક...

• શ્રી અમન મહેશ્વરી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં જોડાયા, જેની...

લેક્સસ ઇન્ડિયાએ ઓલ-ન્યૂ ઇએસ 350એચ લોન્ચ કરી

India 2026: લેક્સસ ઇન્ડિયાએ આજે તેની નવી લોન્ચ કરાયેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here