ICC અંડર-19 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે 1 વિકેટથી હાર મળી

0
12
વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીત્યા બાદ પહેલા પાકિસ્તાનને બેટિંગ માટે બોલાવ્યા.
ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાની હારના દર્દનાક દ્રશ્યો, ચોગ્ગો લગાવતા જ PAK ટીમનું ફાઇનલનું સપનું તૂટ્યું

નવી દિલ્હી: ICC અંડર-19 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયા સામે 1 વિકેટથી હાર મળી. ક્રિકેટના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી સૌથી રોમાંચક મેચ પૈકીની એક રહી. અંતિમ ઓવર સુધી બંને ટીમ જીત માટે પોતાના પ્રયત્ન કરતી રહી પરંતુ રાફ મેકમિલને મોહમ્મદ જીશાનના બોલ પર જે ચોગ્ગો માર્યો તેનાથી પાકિસ્તાનની દર્દનાક હાર થઈ. વર્લ્ડ કપની બીજી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીત્યા બાદ પહેલા પાકિસ્તાનને બેટિંગ માટે બોલાવ્યા. બેટિંગમાં ટીમની હાલત ખૂબ જ ખરાબ રહી. પાકિસ્તાને માત્ર 79ના સ્કોર પર પોતાની 5 વિકેટ ગુમાવી. જોકે અજાન ઓવૈસ અને અરાફાત મિન્હાસે અડધી સદી રમીને જેમ-તેમ પાકિસ્તાનને 180 રનના સ્કોર પર પહોંચાડ્યા. 200 રનની અંદર સમેટાયા બાદ પાકિસ્તાની ટીમની સામે પડકાર હતો કે તે બોલિંગમાં કંઈક એવી કમાલ કરે જેનાથી ઓસ્ટ્રેલિયાને હરાવી શકે અને ઠીક તેવુ જ કર્યું. ટીમે બોલિંગમાં પોતાના બધા જ પ્રયત્ન કર્યા. શાનદાર ફીલ્ડિંગ થઈ. એક સમયે પાકિસ્તાન સરળતાથી મેચને જીતતા જોવા મળ્યા હતા પરંતુ ત્યારે રાફ મેકમિલને ઈનિંગને સંભાળી રાખી. રાફ મેકમિલને માત્ર 19 રનની ઈનિંગ રમી પરંતુ તે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ ઉપયોગી રહ્યુ.46મી ઓવરના અંતિમ બોલ પર જ્યારે માહિલ બિયર્ડમેન આઉટ થયા હતા તો ઓસ્ટ્રેલિયાનો સ્કોર 164 રન હતો. ટીમને જીત માટે 17 રનની જરૂર હતી અને પાકિસ્તાનને ફાઈનલમાં પહોંચવા માટે એક વિકેટ જોઈતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ હાર માની નહીં અને અંતમાં ઓવર સુધી મેચમાં તેમણે પાકિસ્તાન પાસેથી જીતને છીનવી લીધી. રાફ મેકમિલને ચોગ્ગો માર્યો તો પાકિસ્તાની ટીમ નિરાશ થઈ ગઈ અને તેમનુ ફાઈનલ રમવાનું સપનુ પણ તૂટી ગયુ.