Saturday, September 5, 2026
HomeWorld24 જ વર્ષના ભારતીય અમેરિકન અશ્વિન રામાસ્વામીએ સેનેટની ચૂંટણીમાં ઝંપલાવ્યું

24 જ વર્ષના ભારતીય અમેરિકન અશ્વિન રામાસ્વામીએ સેનેટની ચૂંટણીમાં ઝંપલાવ્યું

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

વોશિંગ્ટન: તેમાં પણ ભારતીય મૂળના યુવક અશ્વિન રામાસ્વામી તો માત્ર 24 વર્ષની વયે જ્યોર્જિયા રાજ્યમાં સેનેટની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. તેઓ જનરેશન ઝેડના પહેલા ભારતીય અમેરિકન વ્યક્તિ છે જે ચૂંટણી જંગમાં ઝૂકાવશે. જનરેશન ઝેડ શબ્દ એવા વ્યક્તિઓ માટે વપરાય છે જે 1997 થી 2012ની વચ્ચે જન્મ્યા હોય.અશ્વિન રામાસ્વામી ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યોર્જિયાની ડિસ્ટ્રિક્ટ 48 બેઠક પર રિપબ્લિકન પાર્ટીના વર્તમાન સાંસદ શોન સ્ટિલનો મુકાબલો કરશે. શોન સ્ટિલ પર 2020માં અમેરિકન સંસદમાં ઘૂસીને હિંસા કરવાનો આરોપ પણ લાગેલો છે. આ જ મામલામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આરોપી છે.રામાસ્વામીના માતા પિતા તામિલનાડુથી 1990માં અમેરિકા સ્થાયી થયા હતા. અશ્વિન રામાસ્વામીએ 2021માં  સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે. સાથે સાથે તેઓ કાયદાના પણ સ્નાતક છે. અશ્વિનના માતા પિતા આઈટી સેક્ટરમાં છે. અશ્વિન પર રામાયણ, મહાભારત અને ભગવદ ગીતાનો ઘેરો પ્રભાવ છે.ભારતની ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ કે, મારી માતા ચેન્નાઈ અને પિતા કોઈમ્બતુરના રહેવાસી છે. હું ભારતીય અને અમેરિકન એમ બંને પ્રકારના કલ્ચરમાં મોટો થયો છું. ભારતીય ફિલોસોફીમાં એક હિન્દુ હોવાના નાતે મને ઘણો રસ છે.હું કોલેજમાં હતો ત્યારે સંસ્કૃત શીખ્યો હતો યોગ અને ધ્યાન મારા જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે. પુરાણો અને ઉપનિષદોનુ પણ હું વાંચન કરુ છું.તેમણે કહ્યુ હતુ કે, અભ્યાસ પૂરો કર્યા બાદ ઘણા સ્ટાર્ટઅપમાં પણ મેં નોકરી હતી. જોકે મને અહેસાસ થયો હતો કે, સરકારમાં ટેનકોલોજીને સમજી શકે તેવા લોકોની જરુર છે અને મેં સરકારી એજન્સી સાથે સાયબર સિક્યુરિટી પર કામ કર્યુ હતુ. હું મારી કોમ્યુનિટીની સેવા કરવા માટે સ્ટેટ સેનેટની ચૂંટણી લડી રહ્યો છું. હું ઈચ્છુ છું કે જે પ્રકારની તકો મને મળી તે તમામ નાગરિકોને મળે.લોકોના પ્રતિનિધિ તરીકે એવા યુવાઓની જરુર છે જેમનુ કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here