દેશમાં માર્ચમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની શરૂઆત કરાયા બાદ પહેલીવાર 300 શરણાર્થિઓને ભારતીય નાગરિકતા અપાઈ છે. ગૃહમંત્રાલયે આવા 14 લોકોને આજે ઓનલાઈન સર્ટિફિકેટ આપ્યા છે. આ શરણાર્થિઓ ઘણા વર્ષોથી ભારતની નાગરિકતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. મંત્રાલયે 14 શરણાર્થિઓને આજે દિલ્હી બોલાવ્યા હતા, જ્યાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ તેમને પ્રતિકાત્મક સર્ટિફિકેટ આપી અભિનંદન પાઠવ્યા છે.