Monday, October 5, 2026
HomeAhmedabadસગીરાના 7 મહિનાના ગર્ભપાતની હાઇકોર્ટે આપી મંજૂરી

સગીરાના 7 મહિનાના ગર્ભપાતની હાઇકોર્ટે આપી મંજૂરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 09 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. આરોપી સામે તાપીના ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સગીરાના કુટુંબની પણ ગર્ભપાત માટે મંજૂરી હતી. સગીરા માનસિક અને શારીરિક રીતે ગર્ભને વધુ સમય રાખવા સક્ષમ નહોતી. હાઇકોર્ટે સુરતની સ્મિમેર હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડન્ટને એક્સપર્ટ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર્સ દ્વારા સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં રિપોર્ટ આવ્યો હતો કે સગીરાને 28 સપ્તાહનો ગર્ભ છે. સગીરાની ઉંમર નાની હોવાથી ગર્ભાવસ્થા આગળ વધારવી જોખમી છે. સામાન્ય રીતે MTP એક્ટ અંતર્ગત 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મળતી હોય છે.

કોર્ટનો ગર્ભની પેશીના DNA સાચવવા હુકમ
સગીરાના ગર્ભપાતમાં બ્લીડિંગ અને ઇન્ફેક્શનનું જોખમ રહેલું છે. વળી, તેને માનસિક તકલીફો પણ છે. કોર્ટે સ્મિમેર હોસ્પિટલને ઓપરેશન દરમિયાન લોહીની જરૂર પડે તો અગાઉથી વ્યવસ્થા કરવા, પૂરતી સુરક્ષા અને પ્રોટોકોલ સાથે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી, સાથે જ તેની ગર્ભની પેશીના DNA આરોપી સામે પુરાવા તરીકે FSLમાં મોકલી સાચવવા હુકમ કર્યો હતો. સગીરાને મેડિકલખર્ચમાં સરકારી યોજનાનો લાભ અપાવવા હોસ્પિટલને સૂચના આપી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here