Sunday, October 4, 2026
HomenationalVIDEO: હાય રે બેકારી! મુંબઈ એરપોર્ટ પર હેન્ડીમેનનું કામ કરવાં પડાપડી, નાસભાગ...

VIDEO: હાય રે બેકારી! મુંબઈ એરપોર્ટ પર હેન્ડીમેનનું કામ કરવાં પડાપડી, નાસભાગ સર્જાઈ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાતના ભરૂચ બાદ મુંબઈના કલિના વિસ્તારમાં એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસિઝ લિ. દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યૂમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડતાં વ્યવસ્થા ખોરવાઈ હતી.ઈન્ટરવ્યૂ માટે પહેલાં જવાની હોડમાં યુવાનોએ ધક્કામુક્કી કરતાં અફરાતફરી મચી હતી. એરપોર્ટ લોડર્સ અર્થાત હેન્ડીમેન એરપોર્ટ પર જાળવણી અને સમારકામનું કામ કરે છે. જેના ફોર્મ કાઉન્ટર પર જ ફોર્મ લેવા પડાપડી થઈ હતી. અરજદારો કલાકો સુધી ફૂડ અને પાણી વિના પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા.એરપોર્ટ લોડર્સ પર 600 પદ માટે 25000થી પણ વધુ અરજી થઈ હતી. આ પદનું પગારધોરણે 20000-25000 હતું. જો કે, ઓવરટાઈમ અલાઉન્સ સાથે રૂ. 30000 પ્રતિ માસ છે.

શૈક્ષણિક લાયકાત સામાન્ય હતી. બસ, ઉમેદવાર શારીરિક રીતે સક્ષમ હોવો જરૂરી હતો.બુલધાણા જિલ્લાનો પ્રથમેશ્વર હેન્ડીમેનના ઈન્ટરવ્યૂ માટે 400 કિમી દૂરથી આવ્યો હતો. જેને રૂ. 22500નો પગાર ઓફર કરવામાં આવ્યો હતો. પ્રથમેશ્વર બીબીએનો વિદ્યાર્થી છે. જેને પાસે કોઈ રોજગાર ન હોવાથી તે આ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો. તેણે સરકારને નોકરીની વધુ તકોનું સર્જન કરવા અપીલ કરી હતી.બી.એ.ની ડિગ્રી ધરાવતો યુવાન જાણતો પણ ન હતો કે, હેન્ડીમેન શું કામ કરે છે, પરંતુ તેની પાસે કોઈ નોકરી ન હોવાથી તેને માત્ર કામ જોઈતુ હતું. અન્ય એક ઉમેદવાર રાજસ્થાનના અલવરથી મુંબઈ આવ્યો હતો. જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે, તેનો પોતાનો ખર્ચો ઉઠાવવા માટે આ ઈન્ટરવ્યૂ આપવા આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની ઘટના બની રહી છે. હાલમાં જ ગુજરાતના ભરૂચમાં અંક્લેશ્વર સ્થિત હોટલમાં નોકરી માટે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈન્ટરવ્યૂ માટે એકત્રિત ભીડમાં નાસભાગ મચી હતી.ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભરૂચમાં ખાલી પડેલી માત્ર 10 નોકરી માટે ઓપન ઈન્ટરવ્યૂનું આયોજન કરવા બદલ ખાનગી કંપનીને વખોડી હતી. તેમણે કહ્યું કે, ખાનગી કંપનીઓને ઓછી જગા માટે ઈન્ટરવ્યૂ લેવા યોગ્ય માપદંડો નક્કી કરવા જોઈએ. તેમજ ઓનલાઈન અરજી મગાવી તેમાંથી પસંદગીના ઉમેદવારોને જ ઈન્ટરવ્યૂ માટે બોલાવવા જોઈએ. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોને નોકરી માટે બોલાવતા પહેલાં યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here