વડોદરામાં આજવા રોડ અખંડ આનંદ સોસાયટી પાસે સવિતા પાર્ક સોસાયટીમાં રહેતા 72 વર્ષના પ્રભુદાસ મંગળદાસ કિશનવાડી વુડાના મકાનની સામે લારીમાં જમવાનું તેમજ નાની પડીકીઓ રાખી ગુજરાન ચલાવે છે. તેમની દુકાન ખાતે નિકેશએ રાજા ગણપતસિંહ ગોહિલ તથા સચિન માછી તથા અશ્વિન ડાગરો અવાર-નવાર આવીને બેસી રહેતા હતા. તેઓ ઉધારમાં વસ્તુઓ લઈ જતા હતા અને રૂપિયા માંગતા આનાકાની કરતા હતા.

જેથી 28 તારીખે મેં તેઓને ઉધાર આપવાની ના કહેતા તેઓએ ધમકી આપી હતી કે તું દુકાન કેવી ચલાવે છે હું તને બતાવું છું.ત્યારબાદ બીજા દિવસે એક ગ્રાહકે મને ફોન કરીને જણાવ્યું કે કેટલાક લોકો તમારી દુકાને આવ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. જેથી હું મારી લારી પર ગયો હતો. ત્યારે મારી લારી પાસે નિકેશ, સચિન તથા અશ્વિન ઉભા હોવાથી મેં તેઓને પૂછ્યું કે દુકાનની તોડફોડ કોણે કરી છે જેથી તેઓ ઉશ્કેરાઈને મને લાકડી વડે માર માર્યો હતો તથા નિકેશે મારું મોઢું પકડી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.