Sunday, March 8, 2026
HomeWorldબાંગ્લાદેશમાં દેખાવકારો બેકાબૂ, સુપ્રીમ કોર્ટને ઘેરી વળતાં ચીફ જસ્ટિસે રાજીનામું આપી દીધું

બાંગ્લાદેશમાં દેખાવકારો બેકાબૂ, સુપ્રીમ કોર્ટને ઘેરી વળતાં ચીફ જસ્ટિસે રાજીનામું આપી દીધું

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

Bangladesh Violence: બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ઓબેદુલ હસને રાજીનામું આપી દીધું છે. દેખાવકારોએ સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને એક કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેના બાદ ચીફ જસ્ટિસે તેમનો નિર્ણય જાહેર કર્યો હતો. ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે દેશમાં વર્તમાન સ્થિતિને જોતાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને નીચલી કોર્ટના જજોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં શેખ હસીના બાદ હવે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિત તમામ જજ દેખાવકારોના નિશાન પર આવી ગયા છે. બાંગ્લાદેશમાં અનામત માટે ચાલુ થયેલા આંદોલને બાદમાં હિંસક રૂપ લીધુ હતું અને આ હિંસક પ્રદર્શનના કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને દેશ છોડીને ભાગી જવું પડ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓએ હવે સુપ્રીમ કોર્ટને નિશાન બનાવતા ચીફ જસ્ટિસ ઓબેદુલ હસન સહિત તમામ જજોના રાજીનામાની માંગ કરી હતી. સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટને ઘેરી લીધી હતી અને તાત્કાલિક ચીફ જસ્ટિસના રાજીનામાની માંગ કરી હતી. રાજીનામુ આપ્યા બાદ ચીફ જસ્ટિસ સંકુલ છોડીને જતા રહ્યા હતા.

ચીફ જસ્ટિસ પર કેમ ભડક્યા વિદ્યાર્થીઓ :

ચીફ જસ્ટિસે નવી વચગાળાની સરકાર સાથે ચર્ચા કર્યા વિના જ ફુલ-કોર્ટ બેઠક બોલાવી લીધી હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓનો ગુસ્સો ભડક્યો હતો. દેખાવકારોનો આરોપ છે કે, કોર્ટના જજો ષડયંત્રનો ભાગ છે. સ્થિતિને તણાવપૂર્ણ જોતા ફુલ-કોર્ટ બેઠક રદ કરવામાં આવી હતી. પરંતુ વિરોધીઓ સહમત ન થયા અને સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કરવાનું ચાલુ રાખ્યું હતું. વિદ્યાર્થીઓએ ચીફ જસ્ટિસને પદ છોડવા માટે એક કલાકનો સમય આપ્યો હતો. બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાએ દેશ છોડ્યો છે ત્યારે મોહમ્મદ યુનુસે હવે કમાન સંભાળી લીધી છે. બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવી છે જેમાં મોહમ્મદ યુનુસ મુખ્ય ભૂમિકા નિભાવશે. ગુરુવારે તેમણે શપથ લીધા છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here