Monday, September 14, 2026
HomeGujaratAhmedabadસ્માર્ટ સિટી અમદાવાદ બન્યું 'ખાડાનગરી : 15 દિવસમાં બેક પેઇનના 30% કેસ...

સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ‘ખાડાનગરી : 15 દિવસમાં બેક પેઇનના 30% કેસ વધ્યા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ચોમાસામાં વરસાદ પડતાં દેડકાં જોવા મળે કે ના મળે પણ સહેજ વરસાદમાં અમદાવાદના રોડમાં ખાડા તો અવશ્ય જોવા મળશે જ. અમદાવાદમાં હાલ સંભવત કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય જ્યાં ભૂવા ના પડ્યા હોય કે રસ્તા ઉબડખાબડ બન્યા ના હોય. રસ્તા પરના ખાડાને લીધે કમરદર્દ ધરાવતાં દર્દીઓની સંખ્યામાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદ માત્ર નામથી જ ‘સ્માર્ટ સિટી’ છે. પરંતુ ચોમાસામાં જે રીતે રોડ રસ્તાઓ ધોવાય છે તેને જોઈને સ્માર્ટ સિટીની પોલ ખુલેલી જોવા મળી છે. રોડ પરના ખાડાને લીધે ઑર્થોપેડિક પાસે લોઅર બેક પેઇનના દર્દીઓના પ્રમાણમાં પણ વધારો થઈ ગયો છે. રોડના ખાડાથી ડિસ્ક જોઇન્ટ્‌સ પર દબાણ વધે છે. જો આમ નિયમિતરૂપે થવા લાગે તો તે વધુ ગંભીર સમસ્યા સર્જે છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકો કમર દર્દ, કરોડરજ્જુ અને હાડકાંને લાગતા રોગોના શિકાર થયા છે. તેને લઈ ખાનગી હૉસ્પિટલથી માંડી સરકારી હૉસ્પિટલમાં ઑર્થોના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. અમદાવાદની અસારવા અને સોલા સિવિલમાં ઑર્થોપેડીક વિભાગની ઓપીડીમાં કેસોનો ધરખમ વધારો જોવા મળ્યો છે. અસારવા સિવિલના ઑર્થોપેડિક વિભાગમાં દરરોજ આવતાં 100માંથી સરેરાશ 60 દર્દી બેક પેઇનની સમસ્યા ધરાવનારા હોય છે.

બેક પેઇનની સમસ્યાના દર્દીઓની સંખ્યામાં વધારો :
ઑર્થોપેડિક ડૉક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઈને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ શકે છે. આ અંગે સિવિલ હૉસ્પિટલની સ્પાઇન ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર ડૉ. પિયુષ મિત્તલે જણાવ્યું કે, ‘ સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બેક પેઇનની સમસ્યા સાથે આવનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. હાલના સમયે જે વ્યક્તિના હાડકાં નબળા હોય તેમને ઑર્થોપેડિક ડૉક્ટરોના મતે રોડ પરના ખાડામાં સતત વાહન લઈને જવાનું થાય તો તેનાથી બેક પેઇન, કરોડરજ્જુમાં સમસ્યા સર્જાઈ શકે છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here