Tuesday, October 6, 2026
HomeBusinessપાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ પેકેજ રજૂ કરીને...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ પેકેજ રજૂ કરીને તેની સેવાઓની શ્રેણીનો વિસ્તાર કર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના નવા પેકેજોમાં પશુચિકિત્સાની સંભાળ, સ્વાસ્થ્યની તપાસ, ગ્રૂમિંગ અને અન્ય આવશ્યક સેવાઓનો એક વાર્ષિક પ્લાનમાં સમાવેશ થાય છે.

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર, 2026: ભારતની પ્રથમ સર્વગ્રાહી પેટ કેર બ્રાન્ડ, ઝિગલી પેટ કેરે આજે તેની પાંચમી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે, પૅટ ડોગના જીવનના ત્રણ તબક્કા, પપી, એડલ્ટ અને સિનિયર, માટે તેના વાર્ષિક ડોગ હેલ્થ પેકેજ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. સક્રિય પેટ કેરના આયોજન અને અનુસરણને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલા આ પેકેજ એક વાર્ષિક પ્લાન હેઠળ આવશ્યક પશુચિકિત્સા, આરોગ્ય અને ગ્રૂમિંક સેવાઓને એકસાથે લાવે છે, જેમાં ત્રણેય પેકેજમાં અમર્યાદિત પશુચિકિત્સા પરામર્શ મુખ્ય લાભ તરીકે છે.

ભારતમાં પાલતુ પ્રાણીઓની સંભાળ માટે ઝિગલી પૅટ કેરે સંકલિત અભિગમ વિકસાવવાના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે એવા સમયે આ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, બ્રાન્ડે પાલતુ પ્રાણીઓના વાલીઓને તેમના પાલતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં વધુ સામેલ થતા જોયા છે, સાથે જ એ પણ સ્વીકાર્યું છે કે રસીકરણ, ડિવોર્મિંગ, નિયમિત આરોગ્ય તપાસ અને અન્ય નિયમિત જરૂરિયાતોનું પાલન કરવું ઘણીવાર મુશ્કેલ બની શકે છે, જ્યારે સંભાળનું એક સમયે એક જરૂરિયાત પ્રમાણે સંચાલન કરવામાં આવે છે. આ પેકેજને પાલતુ પ્રાણીઓના વાલીઓને વર્ષભર નિયમિત અને નિવારક સંભાળની ટોચ પર રહેવામાં મદદ કરવા માટે રજૂ કરવામાં આવ્યા છે, જે તેમને અલગ જરૂરિયાતો તરીકે સંભાળવાને બદલે અનેક આરોગ્ય અને સુખાકારીની જરૂરિયાતોને એકસાથે લાવે છે.

વાર્ષિક આરોગ્ય પેકેજ ડોગના જીવન તબક્કાના આધારે આવશ્યક સેવાઓને એકસાથે લાવે છે. જેમાં પપી કેરની કિંમત રૂપિયા 17,000 છે, જેમાં રસીકરણ, ડિવોર્મિંગ, બેઝલાઇન બ્લડ પેનલ, આહાર અને પોષણ પરામર્શ, ગ્રૂમિંગ અને અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શનો સમાવેશ થાય છે, જ્યારે એડલ્ટ કેર પેકેજની કિંમત રૂપિયા 20,000 છે, જેમાં વાર્ષિક રસીકરણ અને ડિવોર્મિંગ, બ્લડ અને યુરીન ટેસ્ટ, છાતીનો એક્સ-રે, દાંતની તપાસ, ગ્રૂમિંગ, પાંચ રાતનું બોર્ડિંગ અને અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શનો સમાવેશ થાય છે. સિનિયર કેર પેકેજની કિંમત રૂપિયા 30,000 છે, જેમાં વર્ષમાં બે વાર બ્લડ અને યુરીન ટેસ્ટ, ECG અને બ્લડ પ્રેશરની તપાસ, સાંધા અને હાડકાની તપાસ, સાત રાતનું બોર્ડિંગ, ઘરેથી સેમ્પલ કલેક્શન અને અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શનો સમાવેશ થાય છે.

ઝિગલી પૅટ કેરના સીઈઓ શ્રી સૌરભ જૈને આ સીમાચિહ્ન અને નવી સેવાની શરૂઆત અંગે જણાવ્યું હતું કે, “પાંચ વર્ષ પૂર્ણ કરવા અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વની બાબત એ છે કે પાલતુ પ્રાણીઓના માલિકોના રોજિંદા જીવનનો હિસ્સો બનીને અમે શું શીખ્યા છીએ. પૅટના વાલી ઘણીવાર તેમના પૅટ માટે યોગ્ય બાબતો કરવા માગતા હોય છે, પરંતુ આખું વર્ષ દરેક બાબતનું ધ્યાન રાખવામાં અને ક્યારે કઈ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે તે જાણવામાં તેમને પડકારોનો સામનો કરવો પડે છે. અમે આ પ્રક્રિયાને સરળ બનાવવા માગતા હતા. આ હેલ્થ પેકેજ સંભાળના મહત્વપૂર્ણ પાસાઓને એક જ પ્લાનમાં આવરી લે છે અને માલિકોને જ્યારે પણ જરૂર હોય ત્યારે પશુચિકિત્સકની સલાહ લેવાની સુગમતા પૂરી પાડે છે. અમારા માટે, આ પહેલનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્યની સમસ્યા ગંભીર કે તાકીદની બને તેની રાહ જોવાને બદલે, નિયમિત સંભાળની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.”

ઝિગલી પૅટ કેર માટે યુનોમર દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, સર્વેક્ષણમાં સમાવિષ્ટ કરાયેલા પૅટના લગભગ અડધા વાલીઓ પૅટની સંભાળમાં પ્રમાણમાં નવા છે, જ્યારે ઘણા લોકો રસીકરણ, ડિવોર્મિંગ અને આરોગ્ય તપાસનું સંચાલન પોતે જ કરે છે. આ અભ્યાસ નિવારક સંભાળને અનુસરવાના હેતુ અને સતત આમ કરવા વચ્ચેના અંતર તરફ પણ નિર્દેશ કરે છે, જેમાં ખર્ચ, સગવડ અને તાત્કાલિક સ્વાસ્થ્ય ચિંતાનો અભાવ ઘણીવાર સંભાળની માગ કરતી વખતે પ્રભાવિત થાય છે. આ સમજણથી જ હેલ્થ પેકેજને આકાર આપી શકાયો છે, જેમાં પૅટ કેરને મોટાભાગે જરૂરિયાત-આધારિત અભિગમથી આગળ વધીને વધુ માળખાગત અને સક્રિય દિનચર્યા બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

ત્રણેય પેકેજમાં એક મુખ્ય વિશેષતા અમર્યાદિત પશુચિકિત્સક પરામર્શની છે. તેનો હેતુ સમગ્ર વર્ષ દરમિયાન પશુચિકિત્સા માર્ગદર્શન સરળ રીતે ઉપલબ્ધ બની રહે તે જોવાનું છે, ખાસ કરીને જ્યારે પૅટના વાલીને તેમના પૅટના વર્તન, ભૂખ, પ્રવૃત્તિ અથવા સામાન્ય સુખાકારીમાં ફેરફાર નજરે પડે, પણ પશુચિકિત્સકની મુલાકાત લેવાની જરૂર છે કે કેમ તે અંગે ખાતરી ન હોય. હેલ્થ પેકેજ એક વાર્ષિક પ્લાનમાં બહુવિધ સેવાઓને પણ આવરી છે, જે પૅટના વાલી માટે નિયમિત સંભાળ અંગે લેવાના વ્યક્તિગત નિર્ણયોની સંખ્યા ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં, આ સફરને વધુ આરામદાયક બનાવવા માટે, ઝિગલી પૅટ કેરે 3, 6 કે 12 મહિના માટેના સુવ્યવસ્થિત પેમેન્ટ વિકલ્પોની પણ જાહેરાત કરી છે, જે પૅટના વાલીઓને પોતાના રોકાણનું સંચાલન કરવાની સુગમતા પૂરી પાડે છે. પાંચમી વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવતા, ઝિગલી પૅટ કેરની સમુદાયો સુધી પહોંચતી શાખા, ઝિગલી ફાઉન્ડેશન ગુડગાંવ અને નોઇડામાં ફીડિંગ ડ્રાઇવનું પણ આયોજન કરી રહી છે. જેના ભાગ રૂપે, ફાઉન્ડેશન જાહેરમાં રખડતાં શ્વાન માટે દરેક સ્થાન પર 200 કિલો પૌષ્ટિક ખોરાકનું વિતરણ કરશે, જે દરેક જીવ માટે કરુણાપૂર્ણ અને જવાબદાર સંભાળને પ્રોત્સાહન આપશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here