Thursday, August 6, 2026
HomeGujaratBhavnagarગોહિલવાડમાં બોળચોથ સાથે આજથી શ્રાવણી પર્વમાળાની ઉજવણીનો પ્રારંભ

ગોહિલવાડમાં બોળચોથ સાથે આજથી શ્રાવણી પર્વમાળાની ઉજવણીનો પ્રારંભ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભાવનગર : ઉત્સવપ્રિય ગોહિલવાડવાસીઓ જેની આતુરતાપુર્વક કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે શ્રાવણી પર્વમાળા અંતગર્ત આવતીકાલ તા.૨૨ ઓગસ્ટને ગુરૂવારે બોળચોથના અનન્ય મહિમાવંતા મહાપર્વથી સાતમ-આઠમના તહેવારોની શ્રુંખલાનો પ્રારંભ થશે. આ સાથે ભાવનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પરંપરાગત ભાતીગળ લોકમેળાની અનેરી રંગત જામશે. ઉત્સવો અને ભાતીગળ લોકમેળાઓ આપણી ભારતીય સંસ્કૃતિનું એક વધુ અવિભાજય અંગ સમાન હોય આ પર્વસમુહની ઉજવણીનો હરખ જ કંઈક ઔર હોય છે અને અત્ર,તત્ર સર્વત્ર તહેવારોની ભારે ઉત્સાહભેર ઉજવણી શરૂ થશે. આવતીકાલ તા.૨૨-૮-૨૦૨૪ ને ગુરૂવારે શ્રાવણ વદ ચોથના પર્વે તમામ સૌભાગ્યવતી ગૃહિણીઓ દ્વારા કંકુ, ચોખા અને ફૂલહારથી ગાય અને વાછરડાનું પૂજન કરવામાં આવશે. ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાથી તેનું પૂજન અર્ચન કરીને બાજરાનો રોટલો અને મગ ખાઈને એક ટાણુ કરીને બોળચોથની ભાવ અને ભકિતભેર ઉજવણી કરવામાં આવશે. ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવો વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવશે. ગાયના શિંગડા પર તેલ ચોપડી, મસ્તક પર તિલક કરી રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવાશે. બાદ પુછડે જળનો અભિષેક કરી પ્રદક્ષિણા સાથે પૂજન કરાશે.અત્રે એ નોંધનીય છે કે, આ દિવસે છરી કે ચપ્પુથી કાપ્યા વગરનું હોય તેવા ફળ, ફ્રુટ જેવા કે, મુળા, કેળા કે કાકડી વગેરે ભોજનમાં લેવામાં આવશે. જયારે આગામી તા.૨૩ ને શુક્રવારે ગોહિલવાડમાં નાગપંચમીનું લોકપર્વ ઉજવાશે. વાડી અને ખેતરમાં જગતના તાત ખેડૂતોએ મહામહેનતે ઉછરેલા ધાન્યપાકનુું રક્ષણ કરનાર નાગદેવતાને તલવટની પ્રસાદી બહેનો દ્વારા ભાવભેર ધરાશે. આ પ્રસંગે શહેરના કુંભારવાડાના શરમાળીયાદાદાના મંદિરે યોજાનાર ભાતીગળ લોકમેળામાં ભાવિકો ઉમટી પડશે. જયારે તા.૨૪ ને શનિવારે રાંધણ છઠ્ઠ હોય ગૃહિણીઓ પરિવારની અન્ય મહિલાઓની સાથે સાતમના દિવસે ટાઢુ ભોજન લેવાનુ હોય આગલા દિવસે અલગ અલગ જાતના ફરસાણ, મીઠાઈ અને થેપલા, પુરી બનાવવામાં વ્યસ્ત રહેશે. આગામી તા.૨૫ ને રવિવારે શીતળા સાતમનો તહેવાર ઉજવાશે. આ પર્વે બહેનો શીતળા માતાજીની પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગશે. આ પ્રસંગે શહેરના ઘોઘા રોડ પરના શીતળા માતાજીના સાનીધ્યમાં પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે. જયારે આગામી તા. ૨૬ ને સોમવારે પરંપરાગત રીતે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે રાત્રીના ૧૨ કલાકે તમામ મંદિરો, પુષ્ટિમાર્ગીય હવેલીઓ, ઠાકરદ્વારાઓમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી ના ગગનભેદી જયઘોષ સાથે શ્રીકૃષ્ણના પ્રાકટયોત્સવની ઉજવણી કરાશે. જયારે તા. ૨૭ ને મંગળવારે પારણાનોમના પર્વે ઉપરોકત ધર્મસ્થાનકોમાં નંદ મહોત્સવના હરખભેર વધામણા કરાશે. આમ, ગુરૂવારથી ગોહિલવાડ સાતમ આઠમના તહેવારોના રંગમાં રંગાઈ જશે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here