Thursday, November 28, 2024
HomeEntertainmentBollywoodટાઈટ સિક્યોરિટી વચ્ચે દીપિકા-રણવિરના લગ્નની જોવા મળી ઝલક, સામે આવી પહેલી તસવીર

ટાઈટ સિક્યોરિટી વચ્ચે દીપિકા-રણવિરના લગ્નની જોવા મળી ઝલક, સામે આવી પહેલી તસવીર

Date:

spot_img

Related stories

સરકારના અણઘડ આયોજનથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત જ્યારે...

ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતા આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક...

અમદાવાદના સોનિત રાજપુરોહિતે ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જર્સની ટીમનું નેતૃત્વ કરીને...

અમદાવાદ : અમદાવાદના સોનિત રાજપુરોહિત જે રોટેરિયન શૈલેન્દ્ર પુરોહિત...

લોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત,...

લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ...

ઇશાન ટેક્નોલોજીસ અને સ્પ્રિન્ક્લર વચ્ચે એઆઇ-સંચાલિત CaaS અને યુનિફાઇડ...

અમદાવાદ : સમગ્ર ભારતમાં વ્યાપક ફેલાવો ધરાવતી અગ્રણી આઇસીટી...

ગોદરેજ વિક્રોલી કુકિના અને એફબીએઆઈ એ આઈએફબીએ 2024માં ભારતીય...

ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ (જીઆઈજી) દ્વારા રજૂ કરવામાં આવેલા બ્રાન્ડ-એગ્નોસ્ટીક...

IFFI ખાતે આદિવાસી અને ભારતીય સંસ્કૃતિને જોડતી ફિલ્મ “બિદજારા...

બિદજારા કુમારી” એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ફીચર ફિલ્મ છે, જેનું...
spot_img

ઈટાલીના લેક કોમોમના Villa del Balbianelloમાં 14 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરનાં કોંકણી વિધિથી લગ્ન થઈ ગયા છે. દીપિકા પાદુકોણ દક્ષિણ ભારતીય છે અને આથી જ સૌ પહેલાં કોંકણી વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતાં. 15 નવેમ્બરના રોજ સિંધી રિવાજથી લગ્ન કરવામાં આવશે. કોંકણી વિધિથી થયેલા લગ્નમાં માત્ર 30 મહેમાનો હાજર રહ્યાં હતાં. જેમાં ફેમિલી મેમ્બર્સ, નિકટના સંબંધીઓ તથા ફ્રેન્ડ્સ સામેલ રહ્યાં હતાં. લગ્નમાં દીપિકાએ વ્હાઈટ એન્ડ ગોલ્ડ સાડી પહેરી હતી. રણવિરે દીપિકા સાથે મેચિંગ કર્યું હતું. દુલ્હન તથા દુલ્હા ઘણાં જ ગોર્જીયસ લાગતા હતાં.

13 નવેમ્બરના રોજ થઈ હતી મહેંદીઃ
13 નવેમ્બરના રોજ દીપિકા-રણવિરની મહેંદી, સંગીત તથા સગાઈ થઈ હતી. મહેંદી સેરેમનીમાં દીપિકા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. આ સમયે રણવિરે દીપિકાને સાંત્વના આપી હતી અને ટાઈટ હગ કર્યું હતું. દીપિકાની મહેંદી સેરેમનીમાં શુભા મુદગલ ઠુમરી પર્ફોમ કર્યું હતું.

સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સગાઈઃ
દીપિકા તથા રણવિરની સગાઈ ઈટાલીનાં લેકકોમોમાં યાજોઈ હતી. આ સગાઈ કોંકણી વિધિથી કરવામાં આવી હતી. જેને ફૂલ મુડ્ડી(કોંકણી એન્ગેજમેન્ટ સેરેમની) વિધિ કહેવામાં આવે છે. જેમાં દીપિકાનાં પિતા પ્રકાશ પાદુકોણે રણવિર તથા તેના પરિવારનું નારિયેળ આપીને સ્વાગત કર્યું હતું. આટલું જ નહીં તેમણે ભાવિ જમાઈ રણવિરના પગ ધોઈને પૂજા કરી હતી. આ વિધિ થઈ ગયા બાદ દીપિકા-રણવિરે એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.

સંગીત સેરેમનીઃ
સંગીત સેરેમનીમાં દીપિકા વ્હાઈટ તથા રણવિર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. સંગીત સેરેમનીમાં હર્ષદિપ કૌરે એકથી ચઢિયાતા એક ગીત ગાયા હતાં. સેરેમનીમાં 30-40 મહેમાનોએ ઈન્ડિયા આઉટફિટ પહેરીને ધમાકેદાર ડાન્સ કર્યો હતો. રણવિરે લેડી લવ માટે ઢોલ વગાડ્યો હતો અને પછી દીપિકા-રણવિરે સાથે ડાન્સ કર્યો હતો. સંગીત સેરેમનીમાં રણવિરે દીપિકાને લઈને સ્પિચ આપી હતી. જે સાંભળીને દીપિકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી.

તમામ મહેમાનોનું જાતે કર્યું સ્વાગતઃ
સંગીત-મહેંદી તથા સગાઈ લેક કોમોના કાસ્ટા ડિવા રિસોર્ટમાં થઈ હતી. રણવિર-દીપિકા ગેટ પર ઉભા રહીને તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને તમામ મહેમાનોને પોતાના હાથે લખેલી વેલકમ નોટ આપી હતી.

મહેંદી સેરેમનીમાં રણવિરે દીપિકાનાં કાનમાં કહી આ વાત, શરમથી લાલ થઈ ‘મસ્તાની’

news/ENT-BNE-IFTM-finallydeepika-padukone-and-ranveer-singh-wedding-first-pic-out-gujarati-news-5981807-NOR.html?ref=ht
news/ENT-BNE-IFTM-finallydeepika-padukone-and-ranveer-singh-wedding-first-pic-out-gujarati-news-5981807-NOR.html?ref=ht

સરકારના અણઘડ આયોજનથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત જ્યારે...

ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતા આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક...

અમદાવાદના સોનિત રાજપુરોહિતે ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જર્સની ટીમનું નેતૃત્વ કરીને...

અમદાવાદ : અમદાવાદના સોનિત રાજપુરોહિત જે રોટેરિયન શૈલેન્દ્ર પુરોહિત...

લોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત,...

લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ...

ઇશાન ટેક્નોલોજીસ અને સ્પ્રિન્ક્લર વચ્ચે એઆઇ-સંચાલિત CaaS અને યુનિફાઇડ...

અમદાવાદ : સમગ્ર ભારતમાં વ્યાપક ફેલાવો ધરાવતી અગ્રણી આઇસીટી...

ગોદરેજ વિક્રોલી કુકિના અને એફબીએઆઈ એ આઈએફબીએ 2024માં ભારતીય...

ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ (જીઆઈજી) દ્વારા રજૂ કરવામાં આવેલા બ્રાન્ડ-એગ્નોસ્ટીક...

IFFI ખાતે આદિવાસી અને ભારતીય સંસ્કૃતિને જોડતી ફિલ્મ “બિદજારા...

બિદજારા કુમારી” એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ફીચર ફિલ્મ છે, જેનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here