Wednesday, August 5, 2026
HomeGujaratવડોદરા પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સો.મીડિયા પર વાયરલ વીડિયોથી...

વડોદરા પૂરમાં ફસાયેલા વિદેશીઓ સવાર થયા બુલડૉઝર પર, સો.મીડિયા પર વાયરલ વીડિયોથી કૂતુહલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

વડોદરા : વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા વિદેશીઓને બુલડોઝર વડે પૂરના પાણીમાંથી સલામત સ્થળે લઈ જવાતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.વિડિયોમાં વિદેશીઓ બુલડોઝર પર ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે.પાણી વચ્ચેથી બુલડોઝર પર ઉભા રહીને નીકળવાનો અનુભવ લઈ રહેલા વિદેશી પ્રવાસીઓના ચહેરા પર પણ હાસ્ય જોઈ શકાય છે.એવુ કહેવાય છે કે, વિદેશી પ્રવાસીઓનુ આ જૂથ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયું હતુ.તેઓ વડોદરાના જેતલપુર વિસ્તારની કોઈ હોટલમાં રોકાયા હતા અને સોમવારે પડેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતા આ વિસ્તારની સેકંડો હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓને જેમ તેઓ પણ ફસાઈ ગયા હતા.એ પછી તંત્રનું કોઈએ ધ્યાન દોર્યું હતું અને આ પ્રવાસીઓને હોટલમાંથી સલામત સ્થળે ખસેડવા માટે બુલડોઝર બોલાવવામાં આવ્યું હતું. 6 જેટલા વિદેશી પ્રવાસીઓના જૂથને એક સાથે પૂરના પાણીથી દૂર લઈ જવા માટે બુલડોઝરના આગલા હિસ્સામાં ઉભા રાખવામાં આવ્યા હતા.તેમને લઈને બુલડોઝર રસ્તા પરથી જઈ રહ્યું હતું ત્યારે કોઈએ વિડિયો ઉતારી લીધો હતો અને હવે આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વિડિયો પણ જેતલપુર રોડનો હોવાનુ જોવા મળી રહ્યું છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here