Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadનિકોલમાં પતિના મિત્રે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

નિકોલમાં પતિના મિત્રે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ: નિકોલમાં પતિના મિત્રે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી અને સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી શખ્સે પરિણીતાની બહેન સાથે લગ્ન પણ કરી લીધા હતા. બાદમાં પરિણીતાને સાથે લગ્ન કરવા છે કહીને તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવીને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપીને વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં લગ્ન કરવાની ના પાડતા પરિણીતાએ હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બહેન સાથે લગ્ન પણ કર્યા બાદ પતિ સાથે છૂટાછેડા લેવાડાવીને વિડિયો લાયરલની ધમકી આપી કૂકર્મ, લગ્ન કરવાની ના પાડતા હાથની મહિલાનો નસ કાપી આપઘાતનો પ્રયાસ બાપુનગરમાં ૨૫ વર્ષીય યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા. જેમાં લગ્ન સમયે તેના આરોપી મિત્રને પતિએ ફોટોગ્રાફી માટે બોલાવ્યો હતો. જેથી તેની સાથે પરિચય થયો હતો. બાદમાં તે અવાર નવાર આરોપી મિત્રને મળવા આવતો હોવાથી મહિલા અને પતિના મિત્ર વચ્ચે મિત્રતા થઇ હતી ત્યારે મહિલાની બહેન પણ તેની સાથે રહેતી હોવાથી આરોપીએ કહ્યુ કે હું તેને પસંદ કરૃ છું બાદમાં બંને વચ્ચે લગ્ન થયા હતા. જેથી અવારનવાર મહિલા એકલી હોય ત્યારે તે ઘરે આવતો હતો.૨૦૨૨માં આરોપીએ મહિલાને ફોન કરીને મારે તમારૃ કામ છે કહેતા મહિલા પુત્રને લઇને તેના ઘરે ગઇ હતી. ત્યાંથી તેના નિકોલમાં આવેલ ભાઇના ઘરે લઇ ગયો હતો. ત્યાં મહિલાના પુત્રને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે તેને વિડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં આરોપી બ્લેકમેલ કરીને વારંવાર દુષ્કર્મ કરીને તારી બહેનને છૂટાછેડા આપી દઇશ તું મારી સાથે લગ્ન કરી લે તેમ કહ્યુ હતું જેથી મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. જોકે બાદમાં પતિ સાથે સમાધાન કરીને તેની સાથે રહેવા આવી હતી. તેમ છતાં આરોપી પીછો છોડતો ન હતો અને તારા સિવાય હું જીવી નહી શકુ કહીને પતિની ગેરહાજરીમા લગ્ન કરવાની વાત કરીને દુષ્કર્મ કરતો હતો. આખરે લગ્ન કરવાની ના પાડી દેતા આખરે કંટાળીને મહિલાએ પોતાના ઘરે બ્લેડથી હાથની નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here