Monday, October 5, 2026
HomeGujaratAhmedabadમહેમદાવાદ તાલુકામાં પશુ ચોરી કરતી ગેંગના પાંચ સાગરિત કણભા પોલીસે પકડી પાડયા

મહેમદાવાદ તાલુકામાં પશુ ચોરી કરતી ગેંગના પાંચ સાગરિત કણભા પોલીસે પકડી પાડયા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નડિયાદ: મહેમદાવાદ તાલુકામાં પશુ ચોરી કરતી ગેંગના પાંચ સાગરિત કણભા પોલીસે પકડી પાડયા છે. ધોળકાના પાંચ શખ્સોએ ૪ ગામમાંથી ૧૭ પશુઓ ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. કણભા પોલીસે અમદાવાદ જિલ્લાના ધોળકામાં રહેતા પાંચ પશુ ચોર ટોળકીને ઝડપી પાડી હતી. જેમની પૂછપરછમાં આ ટોળકીએ મહેમદાવાદ તાલુકાના જુદા જુદા ગામોમાંથી પશુઓની ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેમાં મહેમદાવાદ તાલુકાના મોટી ટિમલી સીમમાં રહેતા કાળાભાઈ બાબરભાઈ સોઢાની બે ભેંસ, ચીમનભાઈ મોહનભાઈ સોઢાની એક ભેંસ તેમજ જીવણભાઈ પુનમભાઈ સોઢાની એક ભેંસ મળી ૪ પશુઓ કિંમત રૂ.૬૦ હજારની ચોરી થઈ હતી. આ ઉપરાંત જીંજર નવા ઘરામાં રહેતા મજીદખાન અહેમદ ખાન પઠાણની ત્રણ ભેંસો, નાસીર હસુમીયા મલેકના બે પશુ તેમજ અલાદીનમિયા મલેકની બે પાડીઓ મળી કુલ ૭ પશુ કિંમત રૂ.૭૫,૦૦૦ ની ચોરી થઈ હતી. જ્યારે રતનપુર સરસવણીમાં રહેતા ખોડાભાઈ પુંજાભાઈ ચૌહાણની બે તેમજ પંકજભાઈ મોહનભાઈ ચૌહાણની એક ભેંસ મળી ૩ પશુઓ કિંમત રૂ.૪૫,૦૦૦ ની તસ્કરો ચોરી ગયા હતા. આ ઉપરાંત રૂદનમાં રહેતા વિનુભાઈ વજાભાઈ સોલંકીની એક તથા જારીયામાં રહેતા કમલેશભાઈ રાજેન્દ્રભાઈ પરમારની બે ભેંસ મળી કુલ ત્રણ પશુઓ કિંમત રૂ.૪૫,૦૦૦ ના પશુની ચોરી થઈ હતી. આ ચારે બનાવો અંગે મહેમદાવાદ પોલીસે સરફરાજ ઉર્ફે સફુ ઐયુબ નુર મહંમદ કુરેશી, મોસીન હુસેનશા ફકરી, એજાજ ઉર્ફે ગટુ મહંમદ ઇસ્માઈલ કુરેશી, જાવેદ ઉર્ફે જાલો તથા મુઝફફર ઉર્ફે મુજું ઐયુબમિયાં કુરેશી તમામ (રહે.ધોળકા) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here