Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે, ઉમેદવારી કરનારને...

ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે, ઉમેદવારી કરનારને પ્રથમવાર સસ્પેન્ડ કરાયા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ગાંધીનગર :ગુજરાત શિક્ષણ બોર્ડની આ વખતની ચૂંટણી ખરાખરીના જંગ તરફ આગળ વધી રહી છે કારણકે બોર્ડની આ વખતની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકને લઈને મંડળો સામસામે આવ્યા છે. 27 વર્ષ બાદ મર્જ થયેલા સંચાલક મંડળે જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા તેની જ સામે મંડળમાંથી એક સભ્યએ બળવાખોરી કરી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે મંડળ દ્વારા તે સભ્યને મંડળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 50 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના બની છે.

મર્જ થયેલા મંડળના ઉમેદવાર સામે બળવો કરી ઉમેદવારી કરનારને પ્રથમવાર સસ્પેન્ડ કરાયા :
આગામી 24મી સપ્ટેમ્બરે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી થનાર છે. જેમાં 9 બેઠકોમાંથી છ બેઠકો બિનહરીફ અને એક બેઠક રદ થયા બાદ હવે બે જ બેઠકો માટે ચૂંટણી છે. પરંતુ આ બે બેઠકોમાંથી સંચાલક મંડળના પ્રતિનિધિની બેઠક માટે ખરાખરીનો જંગ છે. અગાઉ વર્ષો પહેલાં એટલે કે 1997 પહેલા રાજ્યના સંચલાકોનું એક જ મંડળ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ તરીકે હતું પરંતુ તે સમયે પણ બોર્ડની ચૂંટણી સમયે ઉમેદવારીમાં વિવાદ-ડખો ઊભો થતાં અખિલ ગુજરાત શાળા સંચાલક મંડળ તરીકે અલગ મંડળ બન્યું અને ત્યારબાદ વર્ષોથી બે મંડળો સામસામે હતા અને તેઓના ઉમેદવારો બોર્ડની ચૂંટણીમાં ઊભા રહેતા.પરંતુ આ મંડળો 27 વર્ષ બાદ આ વર્ષે માર્ચમાં એક થઈ ગયા હતા, કારણકે અલગ અલગ મંડળ હોવાથી સરકાર તેઓનું સાંભળતી ન હતી. મર્જ થયેલા મંડળ એવા રાજ્ય શાળા સંચાલક મહામંડળ-ગુજરાત પ્રદેશ તરફથી સત્તાવાર ઉમેદવાર તરીકે ભાજપના જ શિક્ષણ સેલના જે. વી. પટેલને ઊભા રખાયા છે, પરંતુ છેલ્લા પાંચ ટર્મથી જીતતા સૌરાષ્ટ્રના સંચાલક સભ્ય એવા પ્રિયવદન કોરાટને ઉમેદવાર બનાવાયા ન હતા. જેથી તેઓએ બળવો પોકારીને પોતાની રીતે ઉમેદવારી નોંધાવી હતી.જેને પગલે તેઓને મંડળમાંથી દૂર કરી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેઓ મર્જ થયેલા મંડળમાં મહામંત્રી પણ હતા. જો કે આ ઉમેદવારને સુરતના ખાનગી સ્કૂલોના મંડળે ટેકો આપ્યો છે જેથી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોના સંચાલકો હવે સામસામે આવ્યા છે અને આ ઉમેદવારનું કહેવું છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ બિનઅધિકૃત અને બિનરજિસ્ટર્ડ મંડળ છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here