Wednesday, March 11, 2026
HomeIndiaમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: NCPએ માંગી 80 બેઠકો, શું ભાજપ તૈયાર થશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: NCPએ માંગી 80 બેઠકો, શું ભાજપ તૈયાર થશે?

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા જ મહિના બાકી છે. દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે શાસક મહાયુતિના સહયોગીઓની વચ્ચે બેઠક વહેંચણીને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે. ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ પણ કહ્યું કે લગભગ 70-80 ટકા એટલે કે લગભગ 288 વિધાનસભા વિસ્તારોમાં બેઠક વહેંચણી પર શાસક ગઠબંધનના ફોર્મ્યૂલાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે મહાયુતિનો કરાર વિપક્ષી મહાવિકાસ અઘાડી (MVA) થી પહેલા થઈ જશે. મહાયુતિ મહાગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે. મહાયુતિ સહયોગીઓની વચ્ચે બેઠક વહેંચણી અને તેની ઔપચારિક જાહેરાત વિશે પૂછવા પર દેવેન્દ્ર ફડણવીસે પૂણેમાં મીડિયાને કહ્યું, ‘બેઠક વહેંચણીના ફોર્મ્યૂલાને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.’દેવેન્દ્ર ફડણવીસે આ વિશે કોઈ અન્ય જાણકારી આપી નથી. જોકે, ચંદ્રશેખર બાવનકુલેએ દાવો કર્યો કે લોકો મહાયુતિની બેઠક વહેંચણીના ફોર્મ્યૂલાને એમવીએના ઘટકો કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને રાકાંપા (શરદચંદ્ર પવાર) તરફથી કરારની જાહેરાત પહેલા જ જોઈ લેશે. બાવનકુલેએ કહ્યું કે લગભગ 70-80 ટકા મત વિસ્તારોમાં બેઠક વહેંચણીને અંતિમ રૂપ આપવામાં આવ્યુ છે.

બાવનકુલેએ કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદે (શિવસેના), દેવેન્દ્ર ફડણવીસ (ભાજપ) અને પ્રફુલ્લ પટેલ (રાકાંપા) ની વચ્ચે તાજેતરમાં જ થયેલી બેઠકનું પરિણામ એ નીકળ્યું કે ઉમેદવારની જીતની શક્યતા સૌથી જરૂરી માપદંડ છે. આ દરમિયાન શિંદેના નેતૃત્વવાળી શિવસેના સાથે જોડાયેલા ઉદ્યોગ મંત્રી ઉદય સામંતે કહ્યું કે ગઠબંધનના ત્રણેય નેતા મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિથી સારી રીતે વાકેફ છે. અમુક ઉમેદવારોની જાહેરાત મોડા કરવાની ભૂલ આ વખતે બેવડાશે નહીં. ઉદય સામંતે કહ્યું કે અમે 75 ટકાથી વધુ મતવિસ્તારો માટે બેઠક વહેંચણીના ફોર્મ્યૂલાને અંતિમ રૂપ આપી દીધું છે. જોકે, કેબિનેટ મંત્રી અને રાકાંપાના વરિષ્ઠ નેતા છગન ભુજબળે કહ્યું કે મને ત્રણેય પાર્ટીઓની વચ્ચે બેઠક વહેંચણીના ફોર્મ્યૂલા વિશે જાણકારી નથી પરંતુ અમે (એનસીપી) ચૂંટણી લડવા માટે લગભગ 80 બેઠકની માગ કરી છે.ઉલ્લેખનીય છે કે વર્તમાન વિધાનસભામાં ભાજપ 103 ધારાસભ્યોની સાથે સૌથી મોટી પાર્ટી છે, તે બાદ શિવસેના 40, રાકાંપા 41, કોંગ્રેસ 40, શિવસેના (યુબીટી) 15, રાકાંપા (શરદચંદ્ર પવાર) 13 અને અન્ય 29 છે. અમુક બેઠકો ખાલી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નવેમ્બરમાં થવાની શક્યતા છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here