Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadરાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં દરોડા

રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં દરોડા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને ત્યાં હાલ આ કાર્યવાહી ચાલી રહી છે.

24થી વધુ ઠેકાણે આઈટીના દરોડા :
તાજેતરના અહેવાલો અનુસાર, રાધે ગ્રૂપ સાથે સંકળાયેલા લગભગ 24 થી વધુ ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. ગુજરાતમાં ખાસ કરીને તો મહેસાણા, અમદાવાદ અને મોરબીમાં તપાસનો આ ધમધમાટ ચાલી રહ્યો છે. અહેવાલ અનુસાર, રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે મોરબીમાં બે સિરામિક કંપનીઓને ત્યાં આઈટીએ તવાઈ બોલાવી છે. આ તપાસ પણ મહેસાણાના રાધે ગ્રૂપ સાથેના કનેક્શનને પગલે જ કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રૂપ પર આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. તીર્થક ગ્રુપ પર વહેલી સવારે IT વિભાગે દરોડા પાડ્યા. તીર્થક ગ્રુપની ઓફિસ અને કારખાનામાં તપાસ કરાઇ. તીર્થક ગ્રુપના મોભી જીવરાજ ફુલતરિયાના ઘરે પણ તપાસ કરાઇ. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here