Monday, October 5, 2026
HomeGujaratજામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને બે કેસમાં બે-બે વર્ષની કેદની સજા તેમજ રૂા.5,50,000ની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. જામનગરના દરેડ, જી.આઈ.ડી.સી.માં આવેલ ઋષભ મેટલ્સના નામથી ચાલતી પેઢીના પ્રોપરાઈટર ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા જામનગરમાં રહેતા લખધીરસિંહ નાથુભા ચુડાસમા પાસેથી રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા પાસેથી રૂા.2,50,000રોકડા ઉછીના લીધા હતા. અને બંને લોકો પાસેથી લીધેલ રકમની પરત ચુકવણી માટે બંને વ્યક્તિઓને ચેકો આપેલ હતા. જેથી એ ચેકો લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્રારા બેંકમાં રજુ કરતા બંને ચેક અપૂરતા નાણા ભંડોળનાં કારણે પરત ફર્યા હતા. જેથી લખધીરસિંહ નાથુભા ચુડાસમા અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા દ્વારા ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) વિરુદ્ધ જામનગરના ચીફ જ્યુડીશ્યલ મેજી. સમક્ષ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ અલગ-અલગ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયા (પટેલ) ને અદાલત સમક્ષ હાજર રહેવાનો હુકમ ફરમાવેલ હોય.જેમાં આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાએ ગુનો કર્યાનો ઇનકાર કરેલ જેથી બંને કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી ક્રિષ્નકાન્તભાઈ આનંદભાઈ અજુડિયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબની બંને ફરિયાદના કામે તકસીરવાર ઠરાવી બંને કેસોમાં બે-બે વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે. અને લખધીરસિંહ નાથુભા ચુડાસમાને રૂા.2,50,000 અને રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવાને રૂા.3,00,000 જે દંડની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે. અને જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here