અમદાવાદ : ગુજરાતના સૌથી પ્રીમિયમ લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન પેલેડિયમ અમદાવાદે પેલેડિયમ વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જે વેડિંગ શોપિંગ માટેનું એક ઉત્કૃષ્ટ ઉત્સવ છે. જાન્યુઆરી 2025 સુધી ચાલનારા આ અનોખા ફેસ્ટિવલમાં લગ્નના દરેક પાસાને ધ્યાનમાં રાખીને ફેશન, ઍક્સેસરીઝ અને લાઇફસ્ટાઇલના શ્રેષ્ઠ બ્રાન્ડ્સને એક જ જગ્યાએ લાવવામાં આવ્યા છે. વિશિષ્ટ ઑફર્સ અને અનમૅચ્ડ કલેક્શન સાથે, આ ફેસ્ટિવલ ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના શ્રેષ્ઠ પસંદગીઓ માટે ખાસ કરીને એનઆરઆઈ માટે એક આકર્ષક શોપિંગ ડેસ્ટિનેશન સાબિત થાય છે.આ વેડિંગ ફેસ્ટિવલ માં રિતુ કુમાર, સત્ય પોલ, સ્ટીવ મેડન, ચાર્લ્સ અને કીથ, અલ્ડો, બ્રૂક્સ બ્રધર્સ, લુઇસ ફિલિપ, તાસ્વા, હાઉસ ઓફ પટૌડી, જયપોર, જેડ બ્લુ, મીના બજાર, ઈન્ડિયા, ટ્રાઈબ, પીઓરા, ઈન્ક.5 જેવી અનેક બ્રાન્ડ્સ જોડાયેલી છે. પેલેડિયમ વેડિંગ ફેસ્ટિવલ લગ્નની ખરીદીનો એક ભવ્ય જશ્ન છે, જેમાં બ્રાન્ડ્સની વિશાળ શ્રેણી રજૂ કરવામાં આવી છે જે લગ્ન તૈયારીઓના દરેક પાસાને સમાવે છે. બ્રાઇડલ અને ઍથનિક વેરથી માંડીને ઍક્સેસરીઝ, ફૂટવેર અને મેન્સવેર સુધી, આ ફેસ્ટિવલ ફેશન અને લાઇફસ્ટાઇલમાં શ્રેષ્ઠ પ્રદાન કરે છે.શોપિંગ અનુભવને વિશેષ બનાવવા માટેના આકર્ષક ઑફર્સ પેલેડિયમ અમદાવાદ દ્વારા રજુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ₹75,000 નું શોપિંગ કરો અને ₹5,000 ના સ્પા, સલૂન અને ડાઇનિંગ વાઉચર મેળવો, ₹1.5 લાખ નું શોપિંગ કરો અને ₹10,000 નું ગ્લેડ વન અમદાવાદમાં સ્ટેકેશન જીતી શકો છો અને ₹2.5 લાખ નું શોપિંગ કરો અને ₹20,000 ના મૂલ્યનું સ્ટ. રેગિસ મુંબઈમાં ભવ્ય સ્ટેકેશન મેળવો. પેલેડિયમ વેડિંગ ફેસ્ટિવલ ફક્ત ખરીદીનો ઇવેન્ટ નહીં, પણ ગુજરાતના વિવેકશીલ ખરીદદારો માટે સ્ટાઇલ, પરંપરા અને લક્ઝરીના ઉત્સવનું આયોજન છે.