ભારતના ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની અને ભારતમાં શ્નેઇડર ઇલેક્ટ્રિક ગ્રુપનો ભાગ Lauritz Knudsen Electrical and Automation એ આજે સૌથી મોટી અને સૌથી મૂલ્યવાન ક્રિકેટ ફ્રેન્ચાઇઝી પૈકીની એક મુંબઈ ઈન્ડિયન સાથે તેમના પ્રિન્સિપલ પાર્ટનર તરીકે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ અભૂતપૂર્વ ભાગીદારીના ભાગરૂપે Lauritz Knudsen નો લોગો મુંબઈ ઈન્ડિયન્સની ઓફિશિયલ જર્સી અને ટ્રેનિંગ એપરલના આગળના ભાગે જોવા મળશે જે 2025ની સિઝનથી વાનખેડેના ચાહકો તથા વિશ્વભરમાં ટીમના 50 મિલિયન ચાહકો સુધી પહોંચશે.દીપક શર્મા, ઝોન પ્રેસિડેન્ટ, ગ્રેટર ઈન્ડિયા, એમડી અને સીઈઓ શ્નેઇડર ઇલેક્ટ્રિક ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ક્રિકેટ બીજા કોઈ પણ પ્લેટફોર્મ કરતા વધુ સારી રીતે ભારતને એક કરે છે. તે સીમાઓ અને સંસ્કૃતિને પાર કરીને જોડાણો બનાવે છે. Lauritz Knudsen ખાતે અમારા સોલ્યુશન્સે દાયકાઓથી અમારા ગ્રાહકોની સફળતાને મજબૂત બનાવી છે. અમે વિકસિત ભારતના દેશના વિઝન સાથે જોડાયેલા નવા વિકાસ માર્ગ પર આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે અમારા ગ્રાહકો, ભાગીદારો અને હિતધારકો માટે પસંદગીના ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ. વિશ્વની સૌથી સફળ ક્રિકેટ ફ્રેન્ચાઇઝી પૈકીની એક મુંબઈ ઈન્ડિયન્સ સાથેની આ ભાગીદારી વિકાસ, ઉત્કૃષ્ટતા અને પ્રદર્શન માટે અમારા સહિયારા જુસ્સાને વ્યક્ત કરે છે. અમે ટીમને એક અદ્વિતીય સિઝનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અમને વિશ્વાસ છે કે તેઓ ફરી એક વખત ગેમને ઉચ્ચ સ્તરે લઈ જશે તથા ક્રિકેટમાં ક્લાસ, ક્વોલિટી અને ઇનોવેશન માટે નવા સીમાચિહ્નો સ્થાપશે.
Lauritz Knudsen ના સીઓઓ નરેશ કુમારે ઉમેર્યું હતું કે Lauritz Knudsen ખાતે ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા જાણીતી અને અદ્વિતીય છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથેની આ ભાગીદારી પ્રગતિ તથા નવીનતાને આગળ ધપાવવા માટે સહયોગની પરિવર્તનકારી શક્તિને દર્શાવે છે. અમે અમારી પુનઃકલ્પિત બ્રાન્ડ ઓળખ હેઠળ નવા માર્ગે આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે આકાંક્ષાઓને પ્રેરિત કરે અને અદ્વિતીય વિશ્વસનીયતા પૂરી પાડે તેવા સોલ્યુશન્સ થકી ભારતના વિકાસને સશક્ત કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. ઉત્કૃષ્ટતા અને અદમ્ય ભાવનાનું પ્રતીક એવી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાવાથી અમે આ પ્રતિબદ્ધતાને ગહન બનાવીએ છીએ અને અર્થપૂર્ણ માર્ગોમાં દેશભરમાં લાખો લોકો સાથે જોડાઈએ છીએ.શ્નેઇડર ઇલેક્ટ્રિક, ગ્રેટર ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અને વીપી – ગ્લોબલ માર્કેટિંગ રજત અબ્બીએ જણાવ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ ઉત્કૃષ્ટતાના જુસ્સા, ધ્યાન અને અવિરત પ્રયાસનું ઉદાહરણ આપે છે જે Lauritz Knudsen માં અમારી સાથે ઊંડે સુધી જોડાયે છે. અમારી નવી બ્રાન્ડ ઓળખની શરૂઆત સાથે અને રાષ્ટ્રના વિકાસને આગળ ધપાવવાની અમારી અડગ પ્રતિબદ્ધતા સાથે, આ ભાગીદારી વિશ્વાસની મજબૂત સિનર્જી અને બે આઇકોનિક બ્રાન્ડ્સ વચ્ચેના સહિયારા વિઝનનું પ્રતીક છે. લાંબા ગાળે અમે આ સહયોગને ઉત્પ્રેરક તરીકે જોઈએ છીએ જે ન કેવળ ક્રિકેટની એકીકૃત ઊર્જાને વધારે છે પરંતુ ભારતને સશક્ત બનાવવા અને નવા ભારતને આકાર આપવામાં યોગદાન આપવાના અમારા મિશનને આગળ ધપાવે છે.આ ભાગીદારી ક્રિકેટની સૌથી પ્રખ્યાત ટીમોમાંની એકની ગતિશીલ ઊર્જા સાથે Lauritz Knudsenની અદ્યતન કુશળતાને ભેળવીને એક બોલ્ડ પગલું દર્શાવે છે. બંને બ્રાન્ડ્સ વૈશ્વિક સ્તરે લાખો ચાહકોને જોડવા, તેમની માર્કેટ લીડરશિપને મજબૂત કરવા અને તેમના સંબંધિત ક્ષેત્રોમાં નવા બેન્ચમાર્ક સેટ કરવા માટે આ ભાગીદારીનો લાભ લેવાનું લક્ષ્ય રાખે છે.મુંબઈ ઈન્ડિયન્સના પ્રવક્તાએ ઉમેર્યું હતું કે અમે અમારા મુખ્ય ભાગીદાર તરીકે Lauritz Knudsen ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશનને આવકારતા રોમાંચિત છીએ, એક એવી બ્રાન્ડ જે નવીનતા અને પ્રદર્શનને સમાવે છે. આ ભાગીદારી Lauritz Knudsenના મજબૂત વારસા અને મુંબઈ ઈન્ડિયન્સે વર્ષોથી ઘડેલા ક્રિકેટના વારસા પર બનેલી છે. સાથે મળીને અમારો ઉદ્દેશ્ય એવા સહિયારા મૂલ્યો પર આગળ વધવાનો છે જે અમને એક કરે છે અને અમે જે કંઈ કરીએ છીએ તેના કેન્દ્રમાં હંમેશા અમારા પ્રશંસકો રહેશે.