Monday, October 5, 2026
HomeGujaratહવામાન વિભાગની આગાહી : રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત, બે દિવસ બાદ તૂટશે...

હવામાન વિભાગની આગાહી : રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત, બે દિવસ બાદ તૂટશે સિઝનના લઘુતમ તાપમાનનો રેકોર્ડ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે. આજે વહેલી સવારથી જ ઠંડા પવન સાથે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે જ અમદાવાદમાં 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી શહેરના લઘુતમ તાપમાનમાં પણ 1 થી 4 ડિગ્રીનો ઘટાનો નોંધાયો છે.રાજ્યભરમાં તાપમાનની વાત કરવામાં આવે તો ગુરૂવારે અમદાવાદનું તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે અમરેલી 13.8 ડિગ્રી, ભાવનગર 16.5 ડિગ્રી, ભુજમાં 11.4 ડિગ્રી, ડીસામાં 10.7 ડિગ્રી, કંડલામાં 13.7 ડિગ્રી, રાજકોટમાં 10.7 ડિગ્રી અને સુરતમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ બાદ ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. જેના કારણે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની સંભાવના છે, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન હશે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી જ નોંધાયુ હતું. આ સિવાય ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થવાથી તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટ પર છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા બર્ફીલા પવનના કારણે તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે, બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ સિવાય અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here