Wednesday, July 22, 2026
HomeGujaratશ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણીનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટરે ઇએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી.શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેક્નોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ સાથે વ્યાપક હેલ્થકેર સોલ્યુશન્સ ઓફર કરવા માટે સજ્જ છે. ડેન્ટલ અને સાયનસ સંબંધિત બિમારીઓ માટે ઇન-હાઉસ સીટી સ્કેન સુવિધા ધરાવતું અમદાવાદમાં આ પ્રથમ સેટઅપ છે. આ ઉદઘાટન સમારોહમાં અગ્રણી મેડિકલ પ્રોફેશનલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.જાણીતા ઇએનટી સર્જન અને શ્રુતિ હોસ્પિટલના સ્થાપક ડો. શૈલેન મોદીએ ગેઝેટના વધુ પડતાં ઉપયોગને કારણે શ્રવણ સમસ્યાઓના વધતા કેસો તથા આધુનિક જીવનશૈલી તથા ખાન-પાનની આદતોને કારણે ઇએનટી સંબંધિત સમસ્યાઓમાં વધારા વિશે જાણકારી આપી હતી.ડો. મોદીએ જણાવ્યું હતું કે, વિશેષ કરીને યુવાનોમાં લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળવા અને ઇયરફોનનો સતત ઉપયોગ કરવાથી શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આપણે પ્રદૂષણ અને આહાર સંબંધિત પસંદગીઓ સાથે સંકળાયેલા સાઇનસાઇટિસ, ગળામાં ચેપ અને અન્ય ઇએનટી સમસ્યાઓના વધુ કેસો પણ જોઈ રહ્યા છીએ. શ્રુતિ હોસ્પિટલ આ સ્વાસ્થ્ય પડકારોનો સામનો કરવા માટે વિશિષ્ટ અને સર્વાંગી સારવાર પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ડો. મોદી ગુજરાતમાં પ્રથમ સર્જન છે કે જેઓ નસકોરાની સારવાર કરે છે, જે એક સાઇલન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે અને તે અપૂરતી ઊંઘનું લક્ષણ છે. તેઓ પીડિયાટ્રિક દર્દીઓ માટે બ્લડલેસ ટોન્સિલ સર્જરીમાં કુશળતા ધરાવે છે, જે ઝડપી રાહત અને રિકવરી સુનિશ્ચિત કરે છે. તેઓ એન્ડોસ્કોપિક ટાઇમ્પેનોપ્લાસ્ટીમાં પણ નિષ્ણાત છે. આ એક ક્રાંતિકારી પ્રક્રિયા છે જેમાં કોઈ ચીરા, ટાંકા અથવા પાટાની જરૂર નથી. ઇએનટી ડોક્ટર્સને તાલીમ આપવા સત્રોનું આયોજન કરતાં ડો. મોદીએ જણાવ્યું હતું કે, અમે આ સ્પેશિયલાઇઝ્ડ ટ્રીટમેન્ટ ઓફર કરનાર એકમાત્ર સુવિધા છીએ.હોસ્પિટલનો મલ્ટી-ડિસિપ્લિનિરી અભિગમ વિવિધ ક્ષેત્રોના એક્સપર્ટ્સને એક છત નીચે લાવે છે, જેથી દર્દીની સુખાકારી ઉપર યોગ્ય ધ્યાન કેન્દ્રિત કરી શકાય. ડાયેટિશિયન શ્રુતિ મોદી અને ડેન્ટલ સર્જન ડો. શ્યામલ મોદી પણ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરીને ન્યુટ્રિશન અને ડેન્ટલ હેલ્થમાં અદ્યતન કેર ઓફર કરશે. શ્રુતિ હોસ્પિટલ મણીનગરમાં એલજી રોડ ઉપર ઝગડિયા બ્રિજ પાસે રૂદ્ર પ્રાઇમમાં ચોથા માળે આવેલું છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here