Friday, June 5, 2026
HomeGujaratPride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને સશક્ત બનાવે છે

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને સશક્ત બનાવે છે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક દાયકા લાંબા પ્રોજેક્ટ પર આધારિત છે જેનો ઉદ્દેશ પ્રમાણિકપણે સમલૈંગિકોની વાત રજૂ કરવા, ઉદ્યોગસાહસિકતાની ભાવના તથા કલાત્મક અભિવ્યક્તિ માટેનું એક અર્થપૂર્ણ પ્લેટફોર્મ તૈયાર કરવાનો છે.ગ્રુપે તાજેતરમાં જ તેના હેડક્વાર્ટર ગોદરેજ વન ખાતે એક વાઇબ્રન્ટ પ્રાઇડ માર્ચનું આયોજન કર્યું હતું જેનું નેતૃત્વ ગોદરેજ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહ અને સંસ્થાના અન્ય સિનિયર લીડર્સે સંયુક્તપણે કરર્યું હતું. આ માર્ચ ભારત અને વિશ્વભરમાં ગોદરેજના સમલૈંગિક કર્મચારીઓ તથા તેમના સાથીઓ સહિત LGBTQIA+ સમુદાય સાથે એકજૂટતાનું શક્તિશાળી પ્રદર્શન હતું.Pride@Godrej 2025ની મુખ્ય ખાસિયત વેસ્ટલેન્ડ બુક્સ સાથેના સહયોગમાં એક અગ્રણી પબ્લિશિંગ ઇમ્પ્રિન્ટ Queer Directions નું લોન્ચિંગ હતું જે સમલૈંગિકોના અવાજ તથા તેમની વાતોને આગળ લઈ જવા માટે સમર્પિત છે. ઇવેન્ટની શરૂઆત Pitch Bazaar થી થઈ હતી જેમાં અત્યાર સુધી પ્રકાશિત ન થયેલા ડઝનેક જેટલા સમલૈંગિક લેખકો પબ્લિશર્સ તથા મીડિયા પ્રોફેશનલ્સ સાથે જોડાયા હતા. આની સમાંતર Queer Bazaar માં સમલૈંગિકોની માલિકી હેઠળના વ્યવસાયોની પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી હતી જેણે વિઝિબિલિટી અને આર્થિક તકોને પ્રોત્સાહન આપ્યું હતું.આ ઊજવણી ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ દ્વારા સમર્થિત એક નાટક ઝુમકેવાલીના આનંદદાયક પર્ફોર્મન્સ સાથે પૂરી થઈ હતી જેમાં 1970ના દાયકાની એક લેસ્બિયનનો પહેલો પ્રેમ અને આત્મખોજની થીમ રજૂ કરવામાં આવી હતી. વિવિધ ભારતીય ભાષાઓમાં રજૂ કરાયેલા આ નાટકમાં સમાવેશક સિદ્ધાંતોને સમાવવામાં આવ્યા હતા જેણે ભારતની ભાષાકીય તથા સાંસ્કૃતિક વિવિધતામાં સમલૈંગિકોના મિલનની ઊજવણી કરી હતી.એક દિવસ સુધી ચાલેલી આ ઊજવણીમાં કાળજીપૂર્વક તૈયાર કરાયેલા અનુભવો થકી સંસ્કૃતિ, વાતચીત તથા સમુદાયનો સરળ રીતે સમન્વય કરાયો હતો.Queeristan ના લેખક અને ગોદરેજ ડીઈઆઈ લેબના હેડ પરમેશ શાહાનીએ જણાવ્યું હતું કે આપણે મેઘધનુષી ઝંડાથી આગળ વધીને વાસ્તવમાં કેવી રીતે તકો ઊભી કરીએ છીએ તેની આ ઊજવણી મને સૌથી વધુ રોમાંચિત કરે છે. જ્યારે સમલૈંગિક લેખકો ઉદ્યોગના વ્યવસાયિકો સમક્ષ પોતાની સ્ટોરી રજૂ કરવા માટેનો આત્મવિશ્વાસ કેળવે છે, જ્યારે નાના સમલૈંગિક સંચાલિત વ્યવસાયોને તેમના કામને રજૂ કરવા માટે પ્લેટફોર્મ મળે છે ત્યારે તમે સમજી શકો છો કે સમાવેશકતા ખરેખર સાર્થક થઈ રહી છે. અમે માત્ર વિવિધતાની જ વાતો નથી કરતા, અમે સમલૈંગિકોના અવાજ ટકી રહે તે માટેના સક્રિયરીતે માર્ગો બનાવી રહ્યા છીએ.વેસ્ટલેન્ડ બુક્સના પબ્લિશર કાર્તિકા વી. કે. એ જણાવ્યું હતું કે Queer Directions નું લોન્ચિંગ અમારી એ માન્યતાને રજૂ કરે છે કે સારી વાર્તાઓને સારું પ્લેટફોર્મ મળવું જોઈએ. આ કેવળ પબ્લિશિંગની જ વાત નથી, તે એ સુનિશ્ચિત કરવા માટે છે કે પ્રમાણિક સમલૈંગિક વાર્તાઓને ભારતીય સાહિત્યમાં યોગ્ય સ્થાન મળે અને તે એવા વાંચકો સુધી પહોંચે જેમણે પુસ્તકોમાં પોતાની જાતનું પ્રતિબિંબ જોવાની જરૂર છે.જૂન દરમ્યાન, ગ્રુપ કંપનીઓ પ્રાઇડ-કેન્દ્રિત પહેલની શ્રેણીમાં ભાગ લેશે, જે પ્રતીકાત્મક હાવભાવથી આગળ વધીને અર્થપૂર્ણ પરિવર્તન લાવશે. ગોદરેજ પ્રોપર્ટીઝ તેના તમામ ઝોનમાં પ્રાઇડ માર્ચ, વાર્તા રજૂ કરવાના સેશન્સ, સમાવેશક વર્કશોપ અને આર્ટ કોન્ટેસ્ટ્સ તથા વોલ પેઇન્ટિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે પ્રાઇડ મહિનાની ઊજવણી કરી રહી છે. ગોદરેજ કેપિટલ Pride@Godrej One ખાતે નુક્કડ નાટકો, અલાયશીપ પેનલ્સ, LGBTQIA+ ને નોકરીએ રાખવાની કામગીરી અને વેલનેસ પ્રોગ્રામ્સ સહિતની ઇવેન્ટ્સ દ્વારા સમાવેશકતાને પ્રોત્સાહન આપી રહી છે. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ QueeRising 2025નું નેતૃત્વ કરી રહી છે, જે વાતચીત, જોડાણો અને પ્રેરણાદાયી પરિવર્તન દ્વારા સમલૈંગિક ઓળખની ઊજવણી કરતું વૈશ્વિક અભિયાન છે. ગોદરેજ કેમિકલ્સ જાગૃતિ અભિયાન અને LGBT+ સંવેદનશીલતા વર્કશોપ સાથે પ્રાઇડ મહિનાને આગળ વધારી રહી છે, જ્યારે ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ કામના સ્થળે જોડાણ પર કેન્દ્રિત કર્મચારી વર્કશોપનું આયોજન કરી રહ્યું છે.આ વર્ષે પણ, પ્રાઇડ ફ્લેગ અને સમલૈંગિકોની પુષ્ટિ કરતા અન્ય ચિહ્નોએ કર્મચારીઓ અને મુલાકાતીઓ વચ્ચે અર્થપૂર્ણ વાતચીત શરૂ કરી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here