Wednesday, August 5, 2026
HomeGujaratભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 212 કેસોનું...

ભાવનગર રેલવે ડિવિઝન ખાતે યોજાયેલી 67મી પેન્શન અદાલતમાં પેન્શન સંબંધિત 212 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝન ખાતે 16 જૂન, 2025 (સોમવાર)ના રોજ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમારની અધ્યક્ષતામાં “67મી પેન્શન અદાલત”નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવેના સેવાનિવૃત્ત કર્મચારીઓની પેન્શન સંબંધિત સમસ્યાઓ જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO), ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ, ગ્રુપ ઈન્સ્યોરન્સ વગેરે કેસોથી સંબંધિત બ્રોડગેજ વર્કશોપના 5 કેસો અને મંડળીય કચેરીના 207 કેસ સહિત કુલ 212 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ પેન્શન અદાલતને સફળ બનાવવામાં કાર્મિક વિભાગ, નાણાં વિભાગ, સેટલમેન્ટ શાખા અને કલ્યાણ નિરીક્ષકોની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમના પ્રયત્નોને કારણે તમામ કેસોનો ઝડપથી ઉકેલ આવ્યો હતો. મહત્તમ કેસોનો ઝડપી નિકાલ અને પેન્શન અદાલતની તળ સ્પર્શતી અને ત્વરિત કાર્યવાહીની “ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ એસોસિયેશન” દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પેન્શન અદાલતમાં શ્રી હિમાઁશુ શર્મા (અપર મંડલ રેલ પ્રબંધક), શ્રી હુબલાલ જગન (વરિષ્ઠ મંડલ કાર્મિક અધિકારી), શ્રી વાઈ રાધેશ્યામ (સહાયક કાર્મિક અધિકારી), શ્રી દીનાનાથ વર્મા (સહાયક કાર્મિક અધિકારી-બ્રોડગેજ વર્કશોપ) અને શ્રી સંજય સક્સેના (સહાયક વિત્ત પ્રબંધક) ઉપસ્થિત રહ્યા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here