Wednesday, August 5, 2026
HomeGujaratએલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 24 જૂન, 2025 ના...

એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 24 જૂન, 2025 ના રોજ ખૂલશે, પ્રાઇસ બેન્ડ રૂ. 380/- થી રૂ. 400/- પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 2/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર માટે શૅર દીઠ રૂ. 380/- થી રૂ. 400/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર (“IPO” અથવા “ઓફર”) મંગળવાર, 24 જૂન, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 26 જૂન, 2025 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 37 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 37 ઇક્વિટી શૅરના ગુણાંકમાં બિડ કરી શકે છે.આ IPOમાં રૂ. 400 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને પદમ કુમાર અગ્રવાલ દ્વારા 56,56,565 ઇક્વિટી શૅર અને વરુણ અગ્રવાલ દ્વારા 56,56,565 ઇક્વિટી શૅરનું મિશ્રણ છે. રૂ. 210 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી/પૂર્વચુકવણી માટે કરવામાં આવશે; રૂ. 104.50 કરોડ તેના ઉલુબેરિયા-II પ્લાન્ટમાં 220 TPD ની ક્ષમતાવાળા એર સેપરેશન યુનિટની સ્થાપના માટે; અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ એ ભારતની સૌથી જૂની ઓપરેટિંગ ઔદ્યોગિક ગેસ કંપનીઓમાંની એક છે, જેનો 50 વર્ષથી વધુનો સમૃદ્ધ વારસો છે. (સ્ત્રોત: F&S રિપોર્ટ) તે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, એસિટિલિન, નાઇટ્રોજન, હિલીયમ, હાઇડ્રોજન, આર્ગોન અને નાઇટ્રસ ઓક્સાઇડ સહિત ઔદ્યોગિક વાયુઓનું ઉત્પાદન અને સપ્લાય કરે છે, તેમજ ડ્રાય આઈસ, સિન્થેટિક એર, ફાયર ફાઇટીંગ વાયુઓ, મેડિકલ ઓક્સિજન, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, વેલ્ડીંગ મિશ્રણ અને સ્પેશિયાલિટી વાયુઓ વિવિધ પ્રકારના અંતિમ ઉપયોગ ઉદ્યોગોને પૂરા પાડે છે. તે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં ઔદ્યોગિક વાયુઓના મહત્વપૂર્ણ ઉત્પાદકોમાંનું એક છે, અને 31 માર્ચ, 2025 સુધીમાં, સ્થાપિત ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં બજાર અગ્રણી છે. (સ્ત્રોત: F&S રિપોર્ટ)તેની સેવામાં પ્રોજેક્ટ એન્જિનિયરિંગ સેવાઓનો સમાવેશ થાય છે, કે તે ટનેજ એર સેપરેશન યુનિટ્સ (“ASUs”) અને સંબંધિત પ્રોજેક્ટ્સના ડિઝાઇન, એન્જિનિયરિંગ, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે તેની વ્યાપક તકનીકી જાણકારીનો ઉપયોગ કરે છે, જે વિવિધ ક્ષેત્રોમાં ગ્રાહકો માટે ટર્નકી ધોરણે છે. તે મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ્સ સાથે સંકળાયેલા ટર્નકી સોલ્યુશન્સ પણ પ્રદાન કરે છે, જ્યાં તે મેડિકલ ગેસ પાઇપલાઇન સિસ્ટમ્સની ડિઝાઇન, ઇન્સ્ટોલેશન, કમિશનિંગ, સંચાલન અને જાળવણીમાં આરોગ્યસંભાળ સુવિધાઓને સહાય કરે છે. વધુમાં, તે તેના ઉત્પાદનો અને તબીબી ઉપકરણો આરોગ્યસંભાળ સુવિધાઓને પૂરા પાડે છે, જેમાં એનેસ્થેસિયા વર્કસ્ટેશન, સ્પાયરોમીટર, વેન્ટિલેટર, સ્ટીરિલાઈઝર, બેડ-સાઇડ મોનિટર અને ફેફસાના પ્રસાર પરીક્ષણ મશીનોનો સમાવેશ થાય છે. તેનું એક મજબૂત વિતરણ નેટવર્ક છે, જેમાં ભારતમાં ટ્રાન્સપોર્ટ ટેન્કર, સિલિન્ડર અને ગ્રાહક સ્થાપનોની સંખ્યા ત્રીજા ક્રમે છે. (સ્ત્રોત: F&S રિપોર્ટ)તેના પોર્ટફોલિયોમાં જાહેર અને ખાનગી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમ કે જયરાજ ઇસ્પાત લિમિટેડ, રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ, લૌરસ લેબ્સ લિમિટેડ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ, પશ્ચિમ બંગાળ મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ, ચિત્તરંજન નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, GMM ફૌડલર લિમિટેડ, અને એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ, જ્યુપિટર વેગન્સ લિમિટેડ, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડનો સમાવેશ થાય છે. વધુમાં, તે ભારતીય સશસ્ત્ર દળોને ઉત્પાદનો પૂરા પાડે છે, જેમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં ભારતીય વાયુસેનાના બેઝ, પૂર્વીય નૌકાદળ કમાન્ડ બેઝ અને બહુવિધ સરકારી માલિકીની પ્રયોગશાળાઓનો સમાવેશ થાય છે. કંપની પૂર્વ અને દક્ષિણ ભારતમાં બહુવિધ રેલ્વે વર્કશોપ અને રેલ્વે હોસ્પિટલોને પણ ઉત્પાદનો પૂરા પાડે છે.તેનો વૈવિધ્યસભર ગ્રાહક આધાર ધરાવે છે અને નાણાકીય વર્ષ 2025માં તેણે 1,829 ગ્રાહકોને તેના ઉત્પાદનો વેચ્યા. 31 માર્ચ, 2025 સુધીમાં કંપની પૂર્વ, દક્ષિણ અને મધ્ય ભારતમાં નવ સુવિધાઓ ઓપરેટ કરે છે, જેમાંથી પાંચ સુવિધાઓ પશ્ચિમ બંગાળમાં, બે આંધ્રપ્રદેશમાં, એક તેલંગાણામાં અને એક છત્તીસગઢમાં સ્થિત છે,નાણાકીય વર્ષ 2024માં એલેનબેરી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસની કામગીરીમાંથી આવક રૂ. 269.48 કરોડથી 15.96% વધીને નાણાકીય વર્ષ 2025 માં રૂ. 312.48 કરોડ થઈ ગઈ, જેનું મુખ્ય કારણ ઉત્પાદિત ઉત્પાદનોના વેચાણ અને બાંધકામ કરારોમાંથી આવકમાં વધારો છે. કર પછીનો નફો નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 45.29 કરોડથી 83.91% વધીને નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 83.29 કરોડ થયો હતો.મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ, IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડ, JM ફાઇનાન્શિયલ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે, અને KFin ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.આ ઑફર બુક-બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ક્વૉલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ ખરીદદારોને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ચોખ્ખી ઑફરનો 50%, બિન-સંસ્થાકીય રોકાણકારોને માટે નેટ ઑફરના 15% અને નેટ ઓફરના 35% છૂટક વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here