
અત્યાધુનિક ઓટોનોમી સોફ્ટવેર પ્રોડક્ટ્સ અને એરક્રાફ્ટ્સ બનાવતી ડીપ-ટેક કંપની શિલ્ડ એઆઈએ ભારતીય સંરક્ષણ મંત્રાલય માટે ડેમો સિરીઝના ભાગરૂપે હાઇવમાઇન્ડનો ઉપયોગ કરીને મહત્વના મિશન-ઓટોમેશન ક્ષમતાઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યાની આજે જાહેરાત કરી હતી. આ ડેમોસ્ટ્રેશન્સ સંરક્ષણ મંત્રાલયની માન્યતા તરફનું એક પગલું છે જેનાથી તેઓ V-BATs પર હાઇવમાઇન્ડને અપનાવવાને ઔપચારિક મંજૂરી મેળવવા માટે સક્ષમ બનશે જે હાલ ભારતીય લશ્કર અને ભારતીય હવાઇ દળને સજ્જ કરવા માટે હસ્તગત કરવા માટેની વિચારણા હેઠળ છે.
આ ડેમોસ્ટ્રેશન શિલ્ડ એઆઈના ઓટોમેશન સોફ્ટવેર હાઇવમાઇન્ડથી સજ્જ શિલ્ડ એઆઈના નોવા 2 ક્વાડકોપ્ટરનો ઉપયોગ કરીને હિમાચલ પ્રદેશમાં 12થી 14 ઓગસ્ટ, 2025 સુધી હાથ ધરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ઈન્ડિયન સ્પેશિયલ ફોર્સીસ (ભારતીય સૈન્ય અને ભારતીય હવાઈ દળ બંનેની)ને પ્રત્યક્ષ ફ્લાઇટ ટ્રેનિંગ અને સિસ્ટમ પ્રેઝન્ટેશન કરીને હાઇવમાઇન્ડે જીપીએસ અને કમ્યૂનિકેશન ન થઈ શકે તેવા માહોલમાં ફુલ્લી ઓટોનોમસ તથા એઆઈ-આસિસ્ટેડ, હ્યુમન-પાઇલોટેડ ઓપરેશનનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું.
શિલ્ડ એઆઈના ભારતના મેનેજિંગ ડિરેક્ટર સર્જન શાહે જણાવ્યું હતું કે સ્વાયત્તતા એ સંરક્ષણના ભવિષ્યનું નિર્ણાયક પરિબળ રહેશે અને ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે નેતૃત્વ કરવાનો ઇરાદો ધરાવે છે. હાઇવમાઇન્ડ સાથે શિલ્ડ એઆઈ પુરવાર થયેલી, મિશન માટે તૈયાર સ્વાયત્તતા પૂરી પાડી રહી છે જે સૌથી પડકારજનક કામગીરીના માહોલમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આ ડેમોસ્ટ્રેશન્સ દેશની સુરક્ષાને મજબૂત બનાવવા અને સ્વદેશી સંરક્ષણ નવીનતાઓને ટેકો આપે તેવી આવતી પેઢીની ક્ષમતાઓને ઝડપથી અપનાવવાના ભારતના પ્રયાસોને ટેકો આપવામાં એક મહત્વનું પગલું રજૂ કરે છે.
હાઇવમાઇન્ડ એ શિલ્ડ એઆઈનું ઓટોનોમસ સોફ્ટવેર છે જે માનવરહિત સિસ્ટમ્સને જીપીએસ અને કમ્યૂનિકેશન પડકારજનક બને તેવા વાતાવરણમાં જટિલ મિશન હાથ ધરવા માટે સશક્ત બનાવે છે. મોડ્યુલર ઇન્ટિગ્રેશન અને મલ્ટી-પ્લેટફોર્મ ડિપ્લોયમેન્ટ માટે બનાવાયેલું હાઇવમાઇન્ડ ભાગીદારો અને ગ્રાહકોને V-BAT, શિલ્ડ એઆઈના ગ્રુપ 3 અનમેન્ડ એરિયલ સિસ્ટમ (UAS) સહિત વિવિધ પ્લેટફોર્મ પર ઝડપથી નિર્માણ, પરીક્ષણ અને ફિલ્ડ મિશન ઓટોનોમસ બનાવવા સક્ષમ બનાવે છે.


