Tuesday, November 3, 2026
HomeIndiaમધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263 B2B બેઠકો સાથે...

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263 B2B બેઠકો સાથે પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક ઓળખ

Date:

Related stories

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગરમાં બોર તળાવ (ગૌરીશંકર...

અમદાવાદ,રવિવાર, 01 નવેમ્બર 2026 :ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે...

“ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન કોરિડોર...

દિલ્હીથી ગુવાહાટી સુધીનો આ નવો કોરિડોર બનવા જઈ રહ્યો...

મધ્ય પ્રદેશે ‘ભારત પર્વ ૨૦૨૬’માં પોતાની સાંસ્કૃતિક વિરાસત અને...

૩૦ ઓક્ટોબર ૨૦૨૬: •ઝરી-ઝરદોઝી અને ગોંડ ચિત્રકળા; બુધનીના લાકડાના...

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં એકતા દોડનું...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027 સુધીમાં વધુ 15 નવી ફાઇવ-સ્ટાર હોટેલો વિકસાવવાનું લક્ષ્યઅમદાવાદ, ઓક્ટોબર 2026 – મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ (MPTM) 2026ની સાતમી આવૃત્તિ રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ ત્રણ દિવસીય આયોજન દરમિયાન રાજ્યને આશરે ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા અને રાષ્ટ્રીયતથાઆંતરરાષ્ટ્રીય પ્રવાસન વ્યવસાયકારો વચ્ચે કુલ 10,263 B2B બેઠકો યોજાઈ. ભોપાલના કુશાભાઉ ઠાકરે આંતરરાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા આ માર્ટમાં 34 દેશોના 100થી વધુ અને ભારતના 180થી વધુ ટૂર ઓપરેટર્સ સહિત રાજ્યના 250થી વધુ પ્રવાસન વ્યવસાયકારો, હોટેલ સંચાલકો અને પ્રદર્શકોએ ભાગ લીધો હતો. આ આયોજનથી મધ્યપ્રદેશની વૈવિધ્યસભર પ્રવાસન સંભાવનાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની સાથે રોકાણ અને વ્યાવસાયિક ભાગીદારીને નવી દિશા મળી છે.

મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રવાસનને રોજગાર સર્જન, સ્થાનિક આજીવિકા અને આર્થિક વિકાસના મહત્વપૂર્ણ માધ્યમ તરીકે વિકસાવવા પર ભાર મૂકી રહી છે. રાજ્યની સમૃદ્ધ ઐતિહાસિક ધરોહર, વન્યજીવ સંપદા, આધ્યાત્મિક સ્થળો, જનજાતીય સંસ્કૃતિ અને અનોખા પ્રવાસન અનુભવોને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ માર્ટમાં હેરિટેજ, વન્યજીવ, આધ્યાત્મિક, સાહસિક અને ગ્રામીણ પ્રવાસનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવોથી પ્રવાસન માળખાને મળશે વેગમધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ દરમિયાન પ્રાપ્ત આશરે ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવોમાં લક્ઝરી હોટેલો, વેલનેસ રિસોર્ટ્સ, ગોલ્ફ કોર્સ, વોટરફ્રન્ટ રિટ્રીટ્સ અને વન્યજીવ લૉજ જેવી પરિયોજનાઓનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવિત પરિયોજનાઓના અમલીકરણથી રાજ્યમાં આધુનિક પ્રવાસન અને આતિથ્ય સુવિધાઓનો વિસ્તાર થવાની, નવા પ્રવાસન સ્થળો વિકસાવવાની અને સ્થાનિક સ્તરે રોજગારની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે.B2B બેઠકોમાં 14 ટકાનો વધારોપ્રવાસન ઉદ્યોગ સાથે વ્યાવસાયિક જોડાણ મજબૂત કરવાની દિશામાં આ માર્ટે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આયોજન દરમિયાન કુલ 10,263 બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) બેઠકો યોજાઈ, જે વર્ષ 2025માં યોજાયેલી અગાઉની આવૃત્તિની આશરે 9,000 બેઠકોની સરખામણીએ લગભગ 14 ટકા વધુ છે. આ બેઠકો દ્વારા રાજ્યના ટૂર ઓપરેટર્સ, હોટેલ વ્યવસાયકારો અને ગ્રામીણ હોમસ્ટે સંચાલકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધો સંવાદ સાધવાની અને લાંબા ગાળાની વ્યાવસાયિક ભાગીદારી વિકસાવવાની તક મળીમુખ્ય રોકાણ પરિયોજનાઓથી રોજગાર સર્જનને પ્રોત્સાહન સિહોર જિલ્લાના રામગઢ ખાતે એ.આર.એમ. ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડે ₹848.40 કરોડના રોકાણ માટે સમજૂતી કરાર (MoU) કર્યો છે. આ પરિયોજના હેઠળ આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગોલ્ફ કોર્સ, વિલા, વેલનેસ રિસોર્ટ અને લક્ઝરી હોટેલ વિકસાવવાનું આયોજન છે. તેનાથી 920થી વધુ લોકોને સીધી રોજગારી મળવાની અપેક્ષા છે.રાજસન હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડે બાંધવગઢ, સતપુડા અને કાન્હાની આસપાસ વન્યજીવ રિસોર્ટ વિકસાવવા માટે ₹520 કરોડના રોકાણનો કરાર કર્યો છે. આ પરિયોજનાથી આશરે 375 રોજગારની તકો ઊભી થવાની સંભાવના છે.અન્ય મહત્વપૂર્ણ પ્રસ્તાવોમાં એટમોસ્ફિયર ગ્રુપના ₹500 કરોડ, રેની ગ્રુપના ₹290 કરોડથી વધુ અને સર્વ ગ્રુપના ₹300 કરોડના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઓરછામાં ધરોહર સંરક્ષણ, પ્રવાસી વાહનચાલકોની તાલીમ અને સૈન્ય પ્રવાસનના વિકાસ માટે પણ સમજૂતીઓ કરવામાં આવી છે. ઓમકારેશ્વરમાં ₹200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહેલો રામાડા રિસોર્ટ રાજ્યની પ્રવાસન અને આતિથ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવશે.10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ, 2027 સુધીમાં 15 નવી ફાઇવ-સ્ટાર હોટેલોનું લક્ષ્યમધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષમાં પ્રવાસન ક્ષેત્રે 91 સરકારી જમીનખંડ અને 12 હેરિટેજ મિલકતો લીઝ પર આપીને ₹3,963 કરોડનું ખાનગી રોકાણ આકર્ષ્યું છે. તેના પરિણામે રાજ્યમાં 9,608 નવા રૂમ ઉમેરાયા છે અને 38,432 રોજગારની તકોનું સર્જન થયું છે. હાલમાં રાજ્યમાં 18 ફાઇવ-સ્ટાર હોટેલો કાર્યરત છે અને વર્ષ 2027 સુધીમાં વધુ 15 નવી ફાઇવ-સ્ટાર હોટેલો વિકસાવવાનું લક્ષ્ય છે.માર્ટના અંતિમ દિવસે પ્રદર્શન સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પહેલથી લોકોને મધ્યપ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર, વૈવિધ્યસભર પ્રવાસન સ્થળો અને રોકાણની સંભાવનાઓ વિશે જાણવાની તક મળી હતી.મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026એ રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં રોકાણ, વ્યાવસાયિક સહયોગ અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ મંચ પૂરો પાડ્યો છે. આ આયોજનથી મધ્યપ્રદેશને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વધુ મજબૂત રીતે સ્થાપિત કરવાની દિશામાં નવી તકો ઊભી થઈ છે.

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગરમાં બોર તળાવ (ગૌરીશંકર...

અમદાવાદ,રવિવાર, 01 નવેમ્બર 2026 :ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે...

“ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન કોરિડોર...

દિલ્હીથી ગુવાહાટી સુધીનો આ નવો કોરિડોર બનવા જઈ રહ્યો...

મધ્ય પ્રદેશે ‘ભારત પર્વ ૨૦૨૬’માં પોતાની સાંસ્કૃતિક વિરાસત અને...

૩૦ ઓક્ટોબર ૨૦૨૬: •ઝરી-ઝરદોઝી અને ગોંડ ચિત્રકળા; બુધનીના લાકડાના...

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાવનગર રેલવે મંડળમાં એકતા દોડનું...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે લૌહ પુરુષ સરદાર વલ્લભભાઈ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here