
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) શરૂ થઈ ગયું છે.. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થયું. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.
તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.કેન્દ્રીય મંત્રી અને લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામ વિલાસ પાસવાને કહ્યું, “…આ એક એવો અધિકાર છે જે દેશના નાગરિકોના સર્વોચ્ચ અધિકારોમાંનો એક છે. તેનો ઉપયોગ કરીને, તમે તમારા ભવિષ્યને સુધારી શકો છો. હું દરેકને લોકશાહીના આ ભવ્ય ઉત્સવમાં યોગદાન આપવા વિનંતી કરું છું જે ચાલી રહ્યું છે…” તેમણે આગળ કહ્યું, “…મહાગઠબંધનની સમસ્યા એ છે કે જો તેઓ બહાના શોધવા જેટલો સમય જનતાની સેવા કરવામાં વિતાવશે તો તેમને આ બહાના શોધવાની જરૂર નહીં પડે. મહાગઠબંધન ચૂંટણી હારી રહ્યું છે… જો આટલું બધું ખોટું થઈ રહ્યું છે, તો તમારે કોર્ટમાં જવું જોઈએ. તમારે આપણી ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ કરવો જોઈએ. જો આવું કંઈક થઈ રહ્યું છે તો તમને ચોક્કસ ન્યાય મળશે…”


