Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમદાવાદ શહેરમાં સાયબર અપરાધીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સાયબર ગઠિયાઓ હવે શિક્ષિત અને નિવૃત્ત અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં નારણપુરા વિસ્તારમાં રહેતા અને બેન્ક ઓફ બરોડામાંથી AGM (આસિસ્ટન્ટ જનરલ મેનેજર) તરીકે નિવૃત્ત થયેલા એક 72 વર્ષીય વૃદ્ધ સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નારણપુરા વિસ્તારમાં રહેતા શ્રેણીક શાહ (ઉ.વ. 72) નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ગત 23 સપ્ટેમ્બર 2025ના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર શેરબજારમાં રોકાણ કરવાથી મોટા ફાયદાની લાલચ આપતો એક મેસેજ આવ્યો હતો. સાયબર ઠગોએ તેમનો સંપર્ક સાધીને ‘NHNI(plus)’ અને ‘RARCII’ જેવી બોગસ એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી હતી.ઠગોએ શરૂઆતમાં વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે નાના રોકાણ પર રૂ. 2,227 નો નફો બતાવ્યો હતો. એટલું જ નહીં, ત્યારબાદના ટ્રેડિંગમાં નફો બતાવીને રૂ. 1,00,000 ની રકમ વૃદ્ધના ખાતામાં પરત જમા પણ કરાવી હતી. આ ચાલાકીથી શ્રેણીકભાઈને ઠગો પર પૂરેપૂરો ભરોસો બેસી ગયો હતો. ત્યારબાદ તેમણે શેરબજાર અને IPOમાં રોકાણ કરવા માટે પોતાના ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ રૂ. 75,18,000 ઠગો દ્વારા અપાયેલા વિવિધ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here