Monday, October 5, 2026
HomeGujaratવ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી.

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી.

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શૃંગીઋષીની તપોભૂમિ ઋષ્યશૃંગ આશ્રમ લખીસરાયથી આરંભાયેલી રામકથા બીજા દિવસમાં પ્રવેશી ત્યારે પ્રગટ-અપ્રગટ બહુવિધ ચેતનાઓને વંદન કરીને નાની-મોટી જિજ્ઞાસાઓ સંતોષતા કહ્યું પ્રેમનો સંબંધ નિર્ગુણથી હોય અને પ્યારનો સંબંધ સગુણથી હોયતો પોતાની પત્નીને પ્રેમ કરવો કે પ્યાર કરવો! બાપુ કહે પ્રેમને પ્યાર બંને છોડો,આદર અને સન્માન આપો.વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી. આટલા વર્ષોથી ગાઇ રહ્યો છું પણ લાગે છે કે હજી મેં પ્રવેશ કર્યો છે,કદાચ હજી તોમારું મંગલાચરણ ચાલે છે.આપણી બુદ્ધિ સીમિત છે.કથાનાં આરંભ વિશે લખ્યું છે પણ અંત વિશે ક્યાંય લખાયું નથી. કારણ કેબુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે.કથા પંચાગ્નિ છે.જેમ અયોધ્યાના મહાત્માઓ પંચ ધૂણી તાપે છે.પાંચ ભૌતિક શરીરમાં જેટલી માત્રામાં ઠંડી લાગવી જોઈએએટલી લાગતી નથી એ કથાનો અગ્નિ છે.જેમાં એક વિવેક અગ્નિ.એ વિયોગ આપે છે બીજો વિરહાગ્નિ,ત્રીજુ કથામાંહનુમાનજી છે તો હનુમંત અગ્નિ.ગુરુ પણ સાક્ષાત યજ્ઞ છે,યજ્ઞપુરુષ છે એટલે ગુરુ અગ્નિ અને એક જ્ઞાનાગ્નિ છે.અહીં આપેલી પંક્તિમાં શૃંગી બોલે છે એટલે એને બોલાવવામાં આવે છે.યજ્ઞમાં બોલનાર જોઈએ, યજમાન ચુપ રહેતા હોયછે.શૃંગનો એક અર્થ શિંગ અથવા તો શિખર પણ કરી શકીએ.જેમ કે ગિરિશૃંગ પણ કહે છે.તાત્વિક અર્થ કહેતા કહ્યું કે અહીં શૃંગનીસ્થિતિ એ ગીતાની સ્થિતપ્રજ્ઞ અવસ્થા બતાવે છે જેની બુદ્ધિ આગળ વધતા વધતા મેધા અને એમાંથી પણ છેલ્લે પ્રજ્ઞા સુધીપહોંચી ચૂકી છે.જેમ પશુનું પૂંછ કોમળ અને શિંગ કઠોર હોય છે.અહીં પણ શિંગ ઋષિનું દ્રઢ બુદ્ધિનું પ્રતીક છે.શૃંગી ઋષિ સ્ત્રીવિશે જાણતા જ ન હતા.વશિષ્ઠે એને બોલાવ્યા ન હોત તો રામાયણ પણ માતૃ સ્વરૂપા છે એને ક્યારેય જાણ થઈ ન શકત.આપણીસંસ્કૃતિ પુરુષવાચક નહીં પ્રકૃતિવાચક છે.માનસ સ્વયં માતૃ સ્વરૂપા છે.એટલે રામાયણ એ મૈયા છે.વેદ-શ્રુતિ,ભગવત-ગીતા,ઋચાઓ-માતૃરૂપા. રામાયણમાં તો દરેક કાંડમાં માતૃ પ્રધાનતા ખૂબ દેખાય છે.જેમ કે વાણી,ભવાની,સીતામૈના,કૈકયી,સુમિત્રા,કૌશલ્યા,જાનકી,સુનયના,વિશ્વ મોહિની,માયા,તાડકા,અહલ્યા આ બધાનું ખાસ સ્થાન છે.અનસુયા પતિવ્રતાછે.શબરી ગુરુવ્રતા છે. શૂર્પણખા કામવ્રતા છે.કિષ્કિંધા કાંડમાં સ્વયં પ્રભા તારા અને પાંચ સતીઓમાં ગણના થાય છે એમાંની ચારરામાયણમાં છે,એકમાત્ર દ્રૌપદી મહાભારતમાં છે.સિંહિકા,મંદોદરી,સુરસા-આ દરેકનું સ્થાન છે. શૃંગી સ્ત્રીઓથી દૂર રહેતા અનેબોલે ત્યારે ઋષિ અને ચુપ રહે ત્યારે મુની છે.એ વખતે એવી પણ માન્યતા હતી કે પુત્રકામ યજ્ઞ માત્ર શૃંગી કરાવી શકતા.જેમસોમયજ્ઞ અગ્નિહોત્રી બ્રાહ્મણ જ કરાવી શકે છે.યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને પણ એમાં સંવેદના હોવી જોઈએ.આ સંવેદના ઓછીથઈ એટલે યજ્ઞમાં બલી પ્રથા ઘૂસી ગઈ છે.મંત્ર બોલીને કોઈને કાપીએ એ સફળતા નથી,પણ મંત્ર બોલીએ ને મૃતક પણ જીવિત થઈ જાય એ સફળતા છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here