Friday, June 5, 2026
HomeGujaratબનાસકાંઠામાં રીંછની પજવણી કરનાર 2 શખ્સો ઝડપાયા

બનાસકાંઠામાં રીંછની પજવણી કરનાર 2 શખ્સો ઝડપાયા

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

જિલ્લામાં રીંછની પજવણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ફોરેસ્ટ વિભાગ એકશનમાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં 2 શખ્સોની અટકાયત કરી RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં ગાંગુવાડા નજીક રોડ પર એક રીંછની પજવણી કરવામાં આવી હતી. રીંછને રોડ પર દોડાવીને પાછળ ગાડી ભગાડી અને અને હોર્ન વગાડી વગાડીને રીંછને ભગાડવામાં આવતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું હતું. RFO સહિતના અધિકારીઓની ટીમ દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. રીંછની પજવણી કરનારા 2 શખ્સોની વન વિભાગે અટકાયત કરી લીધી છે, 2 શખ્સોની અટકાયત કરીને ફોરેસ્ટ વિભાગે દાંતીવાડા પોલીસ મથકને સોંપ્યા હતા. આ સમગ્ર મામલે પકડાયેલા શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બંને શખ્સોમાં વિદેશકુમાર ઈન્દ્રભાઈ નટ ગાંગુવાડા, કરસનભાઈ વરધાજી માળી પાંસવાળ જેઓ દાંતીવાડના રહેવાસી છે. પોલીસે બંને વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2,9, 39,51 અને 52 હેઠળ ગુનો નોંધ્યો છે.સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીઓમાં આ ભયભીત થયેલું રીંછ ગાડી આગળ દોડતું જોવા મળ્યું હતું. જોકે પાછળ આ બંને શખ્શોએ ગાડી દોડાવીને તેની પજવણી કરી હતી, એટલું જ નહીં તેનો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વિડીઓ વોટ્સએપના 15થી વધુ ગ્રુપમાં અને ફેસબુક ઉપર વાયરલ થયો હતો, ત્યારે ટેકનિકલ સર્વેલન્સના આધારે વન વિભાગની ટીમે મૂળ સ્ત્રોત સુધી પહોંચીને બંને શખ્સોને ઝડપીને કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરાતા જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here