Sunday, September 6, 2026
HomeBusinessઆજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી

આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી હતી તથા ભાવ ઉંચી ટોચ પરથી ઝડપી ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં તેજીની પીછેહટ દર્શાવી રહ્યા હતા. વિશ્વ બજાર ટોચ પરથી નીચી  ઉતરતાં સ્થાનિક બજારોમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં  વેચનારા વધુ અને લેનારા ઓછા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ગબડતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.દરમિયાન,  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૪૧૦થી ૪૪૨૫ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૪૦૦થી ૪૪૦૮  ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૮.૭૮થી ૭૮.૭૯ ડોલરવાળા નીચામાં ભાવ ૭૪.૦૨ થઈ ૭૪.૦૨થી ૭૪.૦૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં સોનાનિા ભાવ ગબડી ૧૦ ગ્રામના ભાવ ૯૯૫ના રૂ.૧૪૦૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૦૫૦૦ બોલાઈ ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી કિલોના રૂ.૨૩૮૦૦૦ બોલાઈ ગયા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૬૧૨૮ વાળા તૂટી રૂ.૧૩૪૯૦૧ થઈ રૂ.૧૩૫૨૨૯ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૬૬૭૫ વાળા નીચામાં ભાવ ૧૩૫૪૪૩ થઈ રૂ.૧૩૫૭૭૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૮૦૦૦ વાળા રૂ.૨૩૫૭૭૫ થઈ રૂ.૨૩૫૮૨૬  રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૩૫થી ૨૩૩૬ વાળા તૂટી નીચામાં ભાવ ૨૧૭૭૨થી ૨૧૭૩ થઈ ૨૧૯૧થી ૨૧૯૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૫૪થી ૧૭૫૫ વાળા આજે નીચામાં ભાવ ૧૭૦૩ થઈ ૧૭૨૭થી ૧૭૨૮ ડોલર રહ્યા હતા.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here