Monday, July 20, 2026
HomeWorldઅમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક 'ફેલ' થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા

અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક ‘ફેલ’ થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો વચ્ચે ચાલેલી પરોક્ષ વાતચીત હજુ માંડ પૂરી થઈ હતી, ત્યાં જ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ કડક તેલ પ્રતિબંધોની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન તેલની કમાણીનો ઉપયોગ દુનિયામાં અસ્થિરતા ફેલાવવા અને પોતાના દેશમાં લોકોનું દમન કરવા માટે કરે છે, તેથી તેના તેલ નિકાસને રોકવુ જરૂરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ‘મેક્સિમમ પ્રેશર'(મહત્તમ દબાણ) નીતિ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી તેહરાન હાલ ફસાયેલું જોવા મળી રહ્યું છે.આ નવા પ્રતિબંધોમાં અમેરિકાએ ઈરાની તેલ વહન કરતા 14 જહાજોને નિશાન બનાવ્યા છે, જેમાં તૂર્કીયે, ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના ધ્વજ ધરાવતા જહાજોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, 15 કંપનીઓ અને 2 વ્યક્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ જહાજો કે સંસ્થાઓ સાથેનો કોઈપણ વ્યવહાર અમેરિકન કાયદા મુજબ ગેરકાયદેસર ગણાશે. અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ પ્રશાસન ઈરાનના ગેરકાયદે તેલ અને પેટ્રોકેમિકલ નિકાસને રોકવા માટે મક્કમ છે.આ ઘટનાક્રમની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઓમાનની વાતચીતને હકારાત્મક ગણાવી હતી, પરંતુ અમેરિકાએ વાતચીતની સાથે દબાણ ચાલુ રાખવાની પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાનમાં ચાલી રહેલા આંતરિક વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાનના દરિયાકાંઠા પાસે સૈન્ય હાજરી પણ વધારી દીધી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકા એક તરફ રાજદ્વારી માર્ગ ખુલ્લો રાખીને બીજી તરફ આર્થિક અને સૈન્ય રીતે ઈરાનને ઘૂંટણિયે લાવવા માંગે છે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here