Saturday, September 26, 2026
HomeBusinessશેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ અથવા 2.13% ઘટીને 78,528 પર તો નિફ્ટી 477 પોઈન્ટ અથવા 1.92% ઘટીને 24,389ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. બેંક અને ઓટો શેરમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ ભારતીય શેરબજારમાં હોળીનો રંગ ફિક્કો પડ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડાને કારણે રોકાણકારોને ગણતરીની મિનિટોમાં અંદાજિત 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શેર બજાર ખુલતા જ ચારેબાજુ લાલ નિશાન જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે 3 માર્ચે હોળીના કારણે શેરબજારમાં રજા હતી, પરંતુ આજે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક નકારાત્મક સંકેતોની સીધી અસર જોવા મળી હતી. શેરબજારમાં આ સતત ત્રીજો દિવસ છે જ્યારે ભારે વેચવાલી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારોએ અંદાજે 20 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. માત્ર ભારત જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ ડરનો માહોલ છે. દક્ષિણ કોરિયાનું બજાર કોસ્પી (KOSPI) 8 ટકા જેટલું નીચે સરક્યું હતું. આ સાથે જ અમેરિકી બજારોમાં પણ ગત સત્રમાં મોટા ઘટાડા સાથે બંધ આવ્યા હતા, જેની અસર આજે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ગઈકાલે પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હાલ ચાલી રહેલું યુદ્ધ હજુ 4 થી 5 અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે. આ નિવેદન બાદ રોકાણકારોએ જોખમી એસેટ્સ વેચવાનું શરૂ કર્યું છે અને પોતાની મૂડી રોકડમાં શિફ્ટ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાને કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ડોલર મજબૂત થતા વોલ સ્ટ્રીટ પર પણ તેની નકારાત્મક અસર પડી. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે ડોલર તરફ વળતા અમેરિકી ડોલર મજબૂત થયો છે. વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતી દર્શાવતો ઇન્ડેક્સ 99.28 પર પહોંચી હતી. 

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here