Tuesday, March 10, 2026
HomeReligionદરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા સાચી સમજ તરફ...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા સાચી સમજ તરફ દોરી શકે!

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...
spot_img

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભારત ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ જીતી ગયા! ચોતરફ આનંદ આનંદ… આમ પણ હમણાં હોળી ધુળેટીનો તહેવાર ગયો એટલે વાતાવરણમાં જાણે મસ્તી છવાયેલી હોય એવો માહોલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવાં મળ્યો! જોકે સમગ્ર ભારતમાં અને ભારત બહાર વસતાં ભારતીયો માં હતો! અને ખેલાડીઓ પણ દશેરા એ ઘોડું દોડ્યું ખરું! એ બાબત ખૂબ ખુશ હતાં! ટી ટ્વેન્ટીની એકેય મેચમાં ચાલ્યો ન્હોતો, એ અભિષેક શર્મા પણ રમી ગયો! સંજુ સેમસંગ હાર્દિક પંડ્યા શિવમ દૂબે તો એવરગ્રીન… પણ ઈંગ્લેન્ડ જેવી રસાકસી થઈ નહીં! ટૂંકમાં આવું કંઈક હોય ત્યારે લગભગ બધાંજ ભારતીયોની લાગણી એક સરખી દેખાય, અથવા તો અનુભવાય છે! બાકી એક પરિવારના પાંચ સભ્યોના મત નાની બાબતમાં મતભેદ અને મનભેદ થાય છે, અને એટલે જ સદીઓથી ચાલી આવતી આપણી પરિવાર પ્રથા પણ તૂટતી જાય છે!

કેટલાં બધાં શબ્દોનાં અર્થ વિશે ઘણાં બધાં લોકો જાણતા નથી હોતાં, અને છતાં પોતાને બુદ્ધિશાળી તરીકે ઓળખાવે છે. એવો જ એક શબ્દ છે સમાજ, સમાજ શબ્દની સાચી વ્યાખ્યા આપણે જાણતા જ નથી, અને લોકોના સમૂહને સમાજ એવું નામ આપી દીધું છે, પરંતુ માત્ર સરખી શારિરીક રચના જ નહીં, સરખી સમજ ધરાવતાં સમૂહ ને કે
પરિસ્થિતિ મુજબ સમ્યક કે સમ રહી શકે એવાં નિશ્ચિત સમૂહને સમાજ કહેવામાં આવે છે. જ્યારે આજે સમાજમાં સરખી સમજ ધરાવતા લોકો બહુ ઓછાં દેખાતા હોય છે. નાની નાની વાતમાં મતભેદ ધરાવનારા લોકો આજના સમાજમાં વસે છે, અને એને કારણે સમાજમાં અશાંતિ અનુભવાય છે. આપણી સમ રહેવાની આવડત અથવા તો લાયકાત કે સમજ આપણને સમ્યકતા તરફ દોરી જનાર સૌથી મોટું પરિબળ છે. પૂજ્ય બાપુ એ કથામાં ભગવાન બુદ્ધના સમ્યક દર્શનમાંથી આઠ સમ્યકતાઓ ગણાવી હતી. આ સાત સમ્યકતા આપણને એક એક પગથિયે એક એક પરિણામ આપે છે, અને એ રીતે આપણે આ સાધનાના સાત પડાવ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક વાણી, સમ્યક સંકલ્પ, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ પુરા કરીએ, એટલે કે સાત સમ્યકતાનું યોગ્ય પરિણામ મળે, તો આઠમી સમ્યકતા સમ્યક સમાધિ આસાન બને. પરંતુ આપણી તો દ્રષ્ટિ વાણી, સંકલ્પ, કર્મ, આજીવિકા, વ્યાયામ, કે સ્મૃતિ એક પણ સમ્યક નથી! અને એવું નથી કે આ બધું થઈ શકે તેમ નથી, પરંતુ આપણે તે કરતાં જ નથી, અથવા કરવું નથી.

સમ રહેવું એ શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો કોઈપણ ઘટના ઘટે એટલે પ્રતિક્રિયા રૂપે તરત કોઈ પ્રતિભાવ ન આપવો, એને સમ રહેવું કહેવાય. એટલે સીધી સાદી ભાષામાં કહીએ તો સહનશીલતા જેની વધારે તે સમ અથવા તો સમ્યક છે, એવું કહી શકાય. દ્રષ્ટિની સમ્યકતાનું પરિણામ વિવેક છે, એટલે કે આંખ તો જોવાનું કામ કરે, પરંતુ દ્રષ્ટિ જો સમ્યક હોય તો એ ઉત્તેજના પૂર્ણ દ્રશ્ય જોવા છતાં વિવેક પૂર્વક સમ રહી શકે છે. એ જ રીતે સમ્યક વાણીનું પરિણામ મૌન છે, સામેવાળું આપણને ગમે તેટલું કહે, ગમે તેવા આક્ષેપો મૂકે, ગાલી ગલોચ કરે, છતાં કંઈ જ બન્યું નથી એમ શાંત અથવા તો મૌન રહેવું એ સમ્યક વાણીનું પરિણામ છે. સમ્યક સંકલ્પનું પરિણામ ધ્યેય સિદ્ધ છે, એ વાસ્તવિકતાને નજર સામે રાખીને સતત પરિશ્રમ કરાવી યોગ્ય મંઝિલ સુધી પહોંચાડે, જેમાં માત્ર મહત્વકાંક્ષા નથી સમય મુજ્બ સમાધાન કરવાની તૈયારી પણ હોય છે. સમ્યક કર્મનું પરિણામ મૂળ માનવતાનાં ધર્મનું અનુસરણ. જે માત્ર પોતાનાં જ ભોગ વિશે વિચારતાં નથી, અને અન્ય પ્રત્યેની પોતાની જવાબદારી સ્વીકારે‌ છે, સૌને આદર આપે છે, અને હેસિયત મુજબ ભાગમાંથી ભાગ પાડીને સમાજ સાથે જોડાયેલા રહે‌ છે. સમ્યક આજીવિકાનું પરિણામ સંતોષ છે! પોતાનાં પરિવારનું સારી રીતે ભરણપોષણ થઈ શકે, એટલી આજીવિકા હોય તો વધુ માટે થઈને ખોટી દોડાદોડ ન કરવી, અને આ રીતે વિચારવું એ આજનાં સમાજમાં આવશ્યક છે. ભવિષ્ય વિશે વિચારવું એ સારી વાત છે, પરંતુ એટલું બધું ન વિચારવું કે જે વર્તમાનને દૂષિત કરે. એટલે કે નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિની આજના સમાજમાં શરૂ થયેલી જે ગતાનુંગતિ છે એ ખોટી છે. પછીનો સમય ભગવાનની ભક્તિ માટેનો છે, પણ ત્યારે પણ જો અર્થ ઉપાર્જન વિશે જ વિચારીશું તો કેમ ચાલશે!; આ ઉપરાંત બેકારી વધતી જાય છે, એનું આ પણ એક કારણ છે. સમ્યક વ્યાયામનું પરિણામ શારીરિક અને માનસિક સ્વાસ્થય છે, સમ્યક વ્યાયમમાં ઘરકામ પર ભાર મૂકવો જોઇએ ! જે આજકાલ કોઈને ગમતું નથી, જીમમાં જવું મંજૂર પણ કામ નહીં. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય નારીની સુંદર કાયા વાળી જે તસવીર છે, કે જેને રસિકજન મગફળી જેવી કહે છે, એ આજે જોવા મળતી નથી! એનું કારણ એ છે કે સુખ સુવિધાનાં સાધનો વધતાં સ્ત્રીનો શારીરિક શ્રમ ઘટ્યો છે. પહેલા તો કુવેથી પાણી ભરવું, ચૂલા ચોકા, છાણ વાસીદું, વલોણું, ઘંટી એ દળવું, નદીએ કપડાં ધોવા જવું, અને વાસણો માંજવા આ બધો એક વ્યાયામ જ હતો. એટલે વિકાસ ના થવો જોઈએ કે સુખ સુવિધા નાં સાધનો ન શોધાવા જોઈએ, એવું કહેવાનું કોઈ તાત્પર્ય નથી. પરંતુ ધીરેધીરે સાવ બેઠાડું જીવન થઈ ગયું છે, અને ઉપરથી જીભનાં ચટાકા! જીમમાં જવાની જરૂર એટલે પડે છે, એટલું તો પાકું જ છે. પુરુષો પણ પગપાળા કે ઘોડે સવારી વગેરે થી એક ગામથી બીજે ગામ જતાં હતાં, અને આ ઉપરાંત મોટાભાગનાં વ્યવસાયો પરિશ્રમ વાળા હતાં, જે હવે નથી, એટલે આ બધું કરવું પડે છે. પરંતુ ગમે તે રીતે પણ સમ્યક વ્યાયામ જરૂરી છે, એટલી સમજ તો કેળવવી જ પડશે. સમ્યક સ્મૃતિનું પરિણામ વૃતિનો વૈરાગ્ય છે, અને આ ઉપલબ્ધિ એટલી આસાન નથી. બાહ્ય શરીરને ઘસી ઘસીને સાફ કરી શકાય છે, પણ આંતરિક મેલ રૂપે પડેલી એવી કેટલી સ્મૃતિઓ આપણાં જીવનને દૂષિત કે પ્રદુષિત કરતી રહે છે,એ જાણતાં હોવા છતાં, આપણે એટલું આસાનીથી એ છોડી શકતાં નથી. પરંતુ મારું નહીં, અમારું ની ભાવના કેળવાય તો મેં કર્યું અને મારું! મારું છૂટતાં અહંકાર ઘટે છે, અને એ ભાવ સમ્યક સ્મૃતિ તરફ દોરી જાય છે. તેમજ કોઈ દુઃખદ સ્મૃતિ હોય તો પરિવારની હૂંફમાં રહેવાથી ધીરે ધીરે ભુલાતી જાય છે. સમ્યક સમાધિનું પરિણામ સાક્ષાત્કાર અને મુક્તિ છે, તો આ સાત પગથિયા આપણે સૌ ચડી શકીએ, અને એક એક પગથિયે મળતા પરિણામને જીવન મૂડી તરીકે સાચવી અને દરેક પરિસ્થિતિમાં સમ રહી, એક સુંદર અને સ્વસ્થ સમાજની રચના કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થનાં ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here