
ગુજરાત ટાઈટન્સ શનિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) 2026માં તેની પ્રથમ ઘરેલુ મેચ રવાની તૈયારી કરી રહેલ છે તેમ ફ્રેંચાઈઝી ફેન્સ માટે ક્રિકેટથી પણ કંઈક વિશેષ રજૂ કરવા માટે તૈયાર છે.
આ ફેન્સ માટે ઉત્સાહની શાનદાર ઉજવણી હશે, એક શ્રેષ્ઠ અનુભવ હશે,જેના આધારે ક્રિકેટ, સંસ્કૃતિ તથા સમુદાયને એક સાથે લાગે છે. અલબત તે ટાઈન્સની ‘ફેન્સ-સૌથી પહેલા'(ફેન ફસ્ટ)ની ઉમદા ફિલસૂફીને દર્શાવે છે. એક્સપેન્સીવ ફેન ઝોનથી લઈ સ્ટેડિયની અંદર હાઈ-એનર્જી એન્ટરટેઈનમેન્ટ સુધી ગુજરાત ટાઈટન્સે મેચના દિવસોને લઈ કંઈક એવી તૈયારી કરી છે કે ફેન્સ સ્ટેડિયમમાં પ્રવેશ કરે તે ક્ષણથી લઈ મેચના અંતિમ બોલ સુધી તે સતત ઉત્સાહભેર મેચની દરેક ક્ષણ સાથે જોડાયેલ રહે. ફેન ઝોન મેચનો માહોલ તૈયાર કરે છે.
સ્ટેડિયમમાં પ્રવેશ કરતાંની સાથે જ ત્યાં રહેલા બે વિશાળ ફેન ઝોન મેચ શરૂઆત તે અગાઉ જ માહોલની ધડકનનું કામ કરશે. હાઈ-એનર્જી હબ તરીકે ડિઝાઈન કરવામાં આવેલા આ ઝોન ઈન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ, લાઈવ એન્ટરટેઈનમેન્ટ, અને શાનદાર ઈન્સ્ટોલેશન્સને એક સાથે લાવે છે, જે એ બાબતને સુનિશ્ચિત કરે છે કે મેચનો પહેલો બોલ ફેંકવામાં આવે તે અગાઉ જ ફેન્સ આ રોમાંચકતાનો મહત્વનો ભાગ બની જાય.
લોકલ ટ્વિસ્ટ સાથે ઈન્ટરેક્ટિવ એક્સપિરીયન્સ: ફેન ઝોનના કેન્દ્રમાં અનેક પ્રકારના એંગેજમેન્ટ સ્ટોલ છે, જે ક્રિકેટ, ક્રિએટીવિટી તથા ગુજરાતના સાંસ્કૃતિક ફ્લેવરનો તાલમેલ છે. ફેન ટાઈટન્સને ચીયર કરવા માટે જાતે જ બેનરને ડિઝાઈન કરી શકે છે, તેમને ફેસ પર કસ્ટમ પેઇન્ટિંગ કરી શકે છે, તથા ‘સેવ ધ વિકેટ ચેલેન્જ’ જેવા ઈન્ટરેક્ટિવ પડકારોમાં ભાગ લઈ શકે છે, આમ આ ઉમદા પહેલ તેમની બેટિંગ સ્કિલ્સને ખરાઈ કરે છે-અને સ્પોટ ધ ટાઈટન્સ ચેલેન્જ’માં પણ ભાગ લઈ શકે છે. આ એક આનંદદાયક, આંખો પર પટ્ટી લગાવીને કરવામાં આવતી એક્ટિવિટી છે, જેમાં ફેન્સ એક વિશાળ, રંગીન મેપ પર ‘ગુજરાતનો ગઢ’ એટલે કે ગુજરાત ટાઈટન્સના હોમ-ને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ શાનદાર માહોલમાં લાઈવ મ્યુઝિક પર્ફોમન્સ, ફેન્સ સાથે ગરબા અને અન્ય અનેક પ્રકારની કોન્ટેસ્ટનો સમાવેશ પણ થાય છે. તેને લીધે ફેન્સને ગુજરાત ટાઈટન્સની શાનદાર અને યાદગાર સોગાત અને મર્ચન્ડાઈઝ જીતવાની ઉત્તમ તક મળશે, આમ એક એકંદરે ઉત્સાહથી ભરપૂર, સામુદાયિક માહોલનું સર્જન થશે.
ક્ષણને કેપ્ચર કરવા ઈન્સ્ટોલેશન અને ફોટો ઓપ્સ: ફેન ઝોનમાં જે નવ ખાસ ઈન્સ્ટોલેશન છે તે ફેન્સને તેમના મેચડે એક્સપિરીયન્સને કેપ્ચર કરવા માટે શાનદાર બેકગ્રાઉન્ડ આપશે, જેથી દરેક કોર્નર એક યાદગાર ક્ષણ બની જશે.
થોડી મિનિટમાં તૈયાર થતો સામાન: ફેન્સની સહભાગીને વધુ એક ડગલું આગળ વધારતા ગુજરાત ટાઈટન્સના મર્ચેન્ડાઈઝ સ્ટોલ સ્ટેડિયમમાં જ જર્સીને પોતાની પસંદગીને અનુરૂપ તૈયાર કરવાની સુવિધા આપશે. ફેન્સ થોડી જ મિનિટોમાં તેમની પસંદગીની મેચ જર્સી પ્રિન્ટ કરાવી શકે છે આ સાથે જ તેમને અધિકૃત કેપ તથા ટ્રેનિંગ જર્સી પણ મળી શકશે.
ફેન્સને એનર્જાઈડ કરવા માટે ફૂડ અને સ્ટેશન: ફેન્સ પરિસરમાં અનેક ફૂડ-વોટર સ્ટેશન ચાલુ રહેશે, જેથી એ બાબત સુનિશ્ચિત કરશે કે ફેન્સ પૂરી મેચ દરમિયાન રિફ્રેશ તથા આરામદાયક થવાનો અહેસાસ કરી શકે.
સ્ટેડિયમની અંદર સતત એન્ટરટેઈનમેન્ટ: સ્ટેડિયમની અંદર અનુભવના મુખ્ય આકર્ષણ એક ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે. 40-ફૂટ પહોંળાઈનો એન્ટરટેઈનમેન્ટ સ્ટેજ હશે, જેમાં ફેન્સ માટે એક્ટિવિટીઝ, ફેન્સના ફિચરિંગ માટે એક્ટિવિટીઝ, ફેન્સના નારા તથા ઈન્ટરેક્ટિવ ક્ષણનો સમાવેશ થશે. એક લાઈવ ડીજે સમગ્ર સ્ટેડિયમમાં માહોલને જોશથી ભરપૂર રાખશે. ઈનિંગમાં બ્રેક સમયે ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ગીતો સાથે એક શાનદાર ઓડિયો-વિઝ્યુઅલ શો સમગ્ર સ્ટેડિયમને તરોતાજા કરશે.
સ્ટેન્ડ્સમાં બ્લૂ રંગનો સી: સમગ્ર સ્ટેડિયમમાં ફેન્સના ટી-શર્ટ અને ફ્લેગ વહેચવામાં આવશે, જેથી ગુજરાત ટાઈટન્સના સમર્થનમાં સ્ટેન્ડ્સ બ્લુ રંગના એક વિશાળ સાગરમાં બદલાઈ જશે.
સ્ટેડિયમની અંદર સતત સ્ટેન્ડ્સ: જમીન સ્તર પર જડાયેલ, સાંસ્કૃતિક ઘટકો અને સ્ટેડિયમના શાનદારનો નજારો જોવા મળશે, ગુજરાઈ ટાઈટન્સના લક્ષ્યાંક તેના સમર્થકો સાથે તેમના સંબંધોને મજબૂત કરવા છે. આ સાથે જ તે એક વ્યાપક અને વધારે જોડાણ ધરાવતા ફેન ઈકોસિસ્ટમ તૈયાર કરવા ઈચ્છે છે, જેમાં દરેક ઘરેલુ મેચના કેન્દ્રમાં ફેન્સ જ છે.
